Lumina
Hosea

God's Charge Against Israel

Hosea 4·Gujarati Bible

1હે ઇસ્રાએલના લોકો, યહોવાને આ દેશના વતનીઓ સામે ફરીયાદ છે, એની વાણી સાંભળો, તમારા દેશમાં વિશ્વાસુપણું, માયામમતા અને દેવના જ્ઞાનનો અભાવ છે.

2જ્યાં જુઓ ત્યાં લોકો ખોટા સમ ખાય છે, જૂઠું બોલે છે, ખૂન કરે છે, લૂંટ ચલાવે છે, તે વ્યભિચાર કરે છે. તેઓ કોઇ મર્યાદા પાળતા નથી અને ખૂન પર ખૂન કરતા જાય છે. સર્વત્ર હિંસા છે.

3આથી દેશ શોકમાં ગરક થઇ ગયો છે. અને તમારી ભૂમિમાં ઊપજ થતી નથી. જે જીવંત છે તે બિમાર પડે છે અને મૃત્યુ પામે છે; જંગલના બધા પ્રાણીઓ, આકાશમાંના બધા પંખીઓ અને સમુદ્રમાંના માછલાં સુદ્ધાં મરતા જાય છે.

4તો પણ કોઇએ દલીલ ન કરવી અથવા બીજા માણસ પર આરોપ ન કરવો. હે યાજકો, મારી દલીલ તમારી સામે છે.

5દિવસે અને રાત્રે તમે ઠોકરો ખાઓ છો, યાજકો પણ તમારા ભેગા પ્રબોધકો પણ ઠોકર ખાય છે. હું તમારી માતૃભૂમિ ઇસ્રાએલનો નાશ કરીશ.

Hosea 4 illustration - Hosea Chapter 4

6મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામતા જાય છે. તમે જ્ઞાનને ફગાવી દીધું છે તેથી હું પણ તમને મારા યાજક પદેથી ફગાવી દઇશ. તમે મારો નિયમ ભૂલી ગયા છો એટલે હું પણ તમારા વંશજોને ભૂલી જઇશ.

7મારા લોકોની સંખ્યા જેમ જેમ વધતી જાય છે, તેઓ મારી વિરૂદ્ધ તેમના પાપો વધારતા જાય છે. હું તેમની શોભાને શરમમાં બદલી નાખીશ.

8યાજકો મારા લોકોના પાપાર્થાર્પણો પર નિર્વાહ કરે છે. તેથી તેઓ ઇચ્છે છે કે, તેઓ વધારે અને વધારે પાપો કરે.

9તેથી, જેવું લોકો સાથે બનશે તેવું; યાજકો સાથે બનશે. હું તેમને તેમના ખરાબ કૃત્યો માટે સજા આપીશ.

10તેઓ ખાશે પણ ધરાશે નહિ, તેઓ વ્યભિચાર કરશે, પણ તેમનો વસ્તાર વધશે નહિ; કારણકે તેઓએ યહોવાની કાળજી કરવાનું મૂકી દીધું છે.

Hosea 4 illustration - Hosea Chapter 4

11યહોવા કહે છે, “વ્યભિચાર, દ્રાક્ષારસ ને નવો દ્રાક્ષારસ મારા લોકોની બુદ્ધિ હરી લે છે.

12વ્યભિચારના ભૂતે તેમને ગેરમાગેર્ દોરવ્યા છે.

13તેઓ પર્વતોના શિખરો ઉપર મૂર્તિઓ સન્મુખ બલિદાન કરે છે; ડુંગરો ઉપર જઇને ઓકવૃક્ષો, પીપળાવૃક્ષો તથા એલાહવૃક્ષો તળે, ધૂપ બાળે છે; એને લીધે તમારી પુત્રીઓ વ્યભિચાર કરે છે, ને તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરે છે.”

14જ્યારે તમારી પુત્રીઓ જાતીય પાપો કરશે, અને તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ નહિ કારણ, પુરુષો પોતે જ વારાંગનાઓ સાથે નિષિદ્ધ વ્યવહાર રાખે છે અને વારાંગનાઓની સંગતમાં મંદિરમાં યજ્ઞો ચઢાવે છે. આ રીતે જે લોકોને સમજણ નથી તેઓ પોતાનો વિનાશ કરી રહ્યાં છે.

15હે ઇસ્રાએલ, તું એક વારાંગના વતેર્ તેમ યહૂદાને એ જ પાપ ન કરવા દેતી. ગિલ્ગાલ કે, બેથ-આવેન ન જતા અને યહોવાના નામે સમ ન લેશો. અને ત્યાં યહોવાના સમ ખાશો નહિ.

Hosea 4 illustration - Hosea Chapter 4

16કારણકે ઇસ્રાએલે અડિયલ વાછરડીની જેમ હઠીલાઇ કરી છે, પછી લીલા બીડમાં હલવાનની જેમ યહોવા તેઓને ચારશે.

17એફ્રાઇમે મૂર્તિઓ સાથે સંબંધ જોડ્યો છે. તેથી તેનાથી દૂર રહેજે.

18ઇસ્રાએલના પુરુષો દાક્ષારસ પીને વારાંગનાની જેમ વતેર્ છે. એફ્રાઇમના શાસનકર્તાઓને લાંચ પ્રિય છે અને માગે છે. તેઓ લોકો પર શરમ લાવશે.

19પ્રચંડ પવન તેઓને દૂર તાણી જશે; મૂર્તિઓને તેઓના યજ્ઞો,, તેમને શરમમાં લાવશે.

Chapter Complete

You have read Hosea 4

19 verses