Lumina
Genesis

યૂસુફ પોતાને પ્રગટ કરે છે

Genesis 45·Gujarati Bible

1યૂસફ પોતાની લાગણીઓને વધુ વખત નિયંત્રિત કરી શકયો નહિ. તેની પાસે ઊભા રહેલા બધાની ઉપસ્થિતિમાં રડી પડ્યો અને બોલી ઊઠયો, “માંરી આગળથી બધાને દૂર કરો.” આથી જયારે યૂસફે પોતાના ભાઈઓ આગળ પોતાની જાતને પ્રગટ કરી ત્યારે ત્યાં બીજુ કોઇ ન હતું.

2તે એટલા મોટા સાદે રડયો કે, મિસરીઓએ તે સાંભળ્યું અને ફારુનના પરિવારને પણ તેની ખબર પડી. પછી યૂસફે પોતાના ભાઈઓને કહ્યું,

3“હું યૂસફ છું. શું માંરો બાપ હજુ જીવે છે?” યૂસફની સામે જોતાં જ તેના ભાઈઓ એવા તો ડઘાઈ ગયા કે, તેઓ કોઈ જવાબ આપી શક્યા નહિ.

4પછી યૂસફે તેના ભાઈઓને કહ્યું, “માંરી નજીક આવશો.” એટલે તેઓ પાસે ગયા, અને તેણે કહ્યું, “હું તમાંરો ભાઈ યૂસફ છું. જેને તમે મિસરની મુસાફરી કરતા વેપારીઓને ગુલામ તરીકે વેચી દીધો હતો. એ તમાંરો ભાઇ હું જ છું.

5માંટે મને અહીં વેચી દેવા માંટે તમે હવે દુ:ખી થશો નહિ, તેમજ જીવ બાળશો નહિ, કારણ આ તો માંરા માંટે દેવની યોજના હતી કે, હું અહીં આવું અને તમને બધાને હું બચાવું.

Genesis 45 illustration - Genesis Chapter 45

6કારણ કે છેલ્લાં બે વર્ષથી દેશમાં દુકાળ છે, અને હજુ બીજા પાંચ વર્ષ એવાં જ આવનાર છે, જેમાં કોઇ પણ પ્રકારની ખેતી કે, વાવણી કાપણી થઈ શકશે નહિ.

7તેથી દેવે તમાંરો પરિવાર બચાવવા અને તમાંરા બધાના જીવોનું રક્ષણ કરવા તમાંરી સમક્ષ મોકલ્યો છે.

8એ માંટે મને અહીં મોકલનાર દેવ છે, તમે નથી; અને તેણે જ મને ફારુનના પિતા સમાંન અને તેના આખા ઘરનો વહીવટદાર તથા આખા મિસરનો શાસનકર્તા બનાવ્યો છે.”

9“તમે ઝટ માંરા પિતા પાસે જાઓ, ને તેમને આ સંદેશ આપો: તમાંરો પુત્ર યૂસફ આ કહે છે:”દેવે મને સમગ્ર મિસરનો શાસનકર્તા બનાવ્યો છે, માંટે વિલંબ કર્યા વગર હમણાં જ માંરી પાસે આવો.

10અને તમે તમાંરા પુત્રો સાથે, તમાંરા પ્રપૌત્રો સાથે, તમાંરાં ઘેટાં-બકરાંના ઝુડો અને ઢોરઢાંખરના ટોળાઓ તથા ઘરવખરી સાથે ‘ગોશેન’ પ્રાંતમાં માંરી સાથે રહેશો. જ્યાં હું તમાંરા બધા માંટે બધી જાતની તૈયારી કરીશ.

Genesis 45 illustration - Genesis Chapter 45

11કારણ કે હજુ દુકાળગ્રસ્ત બીજા પાંચ વર્ષ કાઢવાનાં છે. તેથી તું અને તારું કુટુંબ તથા જે બધાં તારાં સગાંસંબંધીઓ છે તે બધુ ગુમાંવીને ગરીબ ન થઇ જાય તે માંટે હું સૌની જાળવણી રાખીશ.

12“અને જુઓ, તમે અને માંરો ભાઈ બિન્યામીન નજરોનજર જુઓ છો કે, હું આ માંરા મુખ દ્વારા જ કહી રહ્યો છું.

13અને તમે મિસરમાં માંરો મહિમાં અને બીજું જે કંઈ જોયું છે તે માંરા પિતાને કહેજો; હવે, ઝટ જાઓ અને માંરા પિતાને અહીં લઈ આવો.”

14પછી તે તેના ભાઈ બિન્યામીનને બાથભરી અને રડ્યો. બિન્યામીન પણ તેને ભેટતી વખતે રડવા લાગ્યો.

15ત્યાર બાદ યૂસફે પોતાના બધાં જ ભાઈઓને ચુંબન કર્યા અને તેમને ભેટીને રડ્યો. પછી તેના ભાઈઓએ તેની સાથે વાતચીત કરી.

Genesis 45 illustration - Genesis Chapter 45

16પછી જયારે ફારુનના મહેલમાં સમાંચાર વહેતાં થયા કે, યૂસફના ભાઈઓ આવ્યા છે; ત્યારે ફારુન તથા તેના સેવકો ખુશ થયા.

17અને ફારુને યૂસફને કહ્યું, “તું તારા ભાઈઓને કહે કે, “આ પ્રમાંણે કરો; તમાંરાં જાનવરોને લઈને કનાન દેશમાં ચાલ્યા જાઓ;

18અને તમાંરા પિતાને અને પરિવારને લઈને ઝટ માંરી પાસે પાછા આવો; હું તમને મિસરની ઉત્તમ ફળદ્રુપ જમીન આપીશ અને તમને સૌને ધરતીનું નવનીત ખાવા મળશે.”

19હવે તમને બીજી આજ્ઞા છે તે પ્રમાંણે કરો, “તમાંરાં સંતાનો માંટે તથા તમાંરી પત્નીઓ માંટે મિસર દેશમાંથી ગાડાં લેતાં જાઓ, અને તમાંરા પિતાને લઈને આવો.

20વળી તમાંરી માંલમિલકત જે છે તેને છોડીને આવવાની જરા પણ ચિંતા કરશો નહિ, કારણ કે મિસર દેશમાં જે ઉત્તમ છે તે જમીન તમાંરી છે.”

Genesis 45 illustration - Genesis Chapter 45

21પછી ઇસ્રાએલના પુત્રોએ તે મુજબ કર્યુ; અને ફારુનની આજ્ઞા અનુસાર યૂસફે તેઓને ગાડાં આપ્યાં; ને માંર્ગને માંટે સીધું પણ આપ્યું.

22પછી તેણે તેના દરેક ભાઇને એક જોડ કપડાં આપ્યાં; પરંતુ બિન્યામીનને 300 તોલા ચાંદી અને પાંચ જોડ સારાં કપડાં આપ્યાં.

23વધુમાં તેણે પોતાના પિતાના માંટે મિસરની સૌથી બહુમૂલ્ય ચીજોથી લાદેલાં દશ ગધેડાં, અને તેના પિતાની મુસાફરી માંટે અનાજ, રોટલી અને અન્ય જાતના ખાણાથી લાદેલી દશ ગધેડીઓ મોકલી આપી.

24પછી તેણે પોતાના ભાઈઓને વિદાય આપી. વિદાય આપતી વખતે તેણે તેઓને કહ્યું, “માંર્ગમાં ઝઘડો કરશો નહિ.”

25પછીથી તેઓ મિસરમાંથી નીકળીને કનાન દેશમાં પોતાના પિતા યાકૂબ પાસે આવ્યા.

Genesis 45 illustration - Genesis Chapter 45

26અને તેઓએ તેને કહ્યું, “યૂસફ હજુ જીવે છે, અને સમગ્ર મિસરનો તે શાસનકર્તા છે.”આ સાંભળીને યાકૂબ તો સ્તબ્ધ થઈ ગયો. તેને ગળે એ વાત ન ઉતરી.

27પરંતુ યૂસફે તેઓેને જે બધી વાતો કહેલી તે તેને કહી અને તેને મિસર લઈ જવા માંટે યૂસફે મોકલેલાં ગાડાંઓ પર તેની નજર પડી ત્યારે તે ઉત્તેજીત અને ખુશ થયો.

28પછી ઇસ્રાએલ બોલ્યો, “બસ, માંરો પુત્ર યૂસફ હજુ જીવે છે; એટલે મરતાં પહેલાં હું તેને જઇને મળીશ.”

Chapter Complete

You have read Genesis 45

28 verses