Lumina
Genesis

યાકૂબ પરમેશ્વર સાથે કુસ્તી કરે છે

Genesis 32·Gujarati Bible

1યાકૂબે પણ તે સ્થળ છોડયું. જયારે તે પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે તેણે દેવના દૂતો જોયા.

2તેમને જોઈને યાકૂબે કહ્યું, “આ તો દેવની છાવણી છે!” આથી તેણે તે જગ્યાનું નામ ‘માંહનાઈમ’ પાડયું.

3યાકૂબનો ભાઈ એસાવ ‘સેઇર’ પ્રદેશમાં રહેતો હતો. તે અદોમનો પહાડી પ્રદેશ હતો. યાકૂબે એસાવની પાસે ખેપિયાઓને મોકલ્યા.

4યાકૂબે ખેપિયાઓને કહ્યું કે, “માંરા વડીલ એસાવને તમે એવું કહેજો કે, તમાંરો સેવક યાકૂબ કહે છે કે, ‘હું લાબાનને ત્યાં જઈ વસ્યો હતો અને અત્યાર સુધી ત્યાં રહ્યો હતો.

5માંરી પાસે ગાય, બળદ, ગધેડાં, બકરાં, ઘેટાં અને સેવકો મોટી સંખ્યામાં છે. અમને સ્વીકારવાનું કહેવા હું તમને આ સંદેશો મોકલું છું.”‘

Genesis 32 illustration - Genesis Chapter 32

6ખેપિયાઓ પાછા આવીને યાકૂબને કહ્યું, “અમે તમાંરા ભાઈ એસાવ પાસે ગયા હતા. તે તમને મળવા આવી રહ્યો છે. તેની સાથે 400 સશસ્ર યોદ્વાઓ છે.”

7ખેપિયાઓની વાત સાંભળી યાકૂબ ગભરાઈ ગયો. તેણે પોતાની સાથેના બધા માંણસોને બે ટોળીમાં વહેંચી નાખ્યા અને પોતાનાં બધાં જ ઢોરો, ઘેટાંબકરાં અને ઊંટોને પણ બે ભાગમાં જુદા પાડયાં.

8યાકૂબે વિચાર્યુ, “એસાવ આવીને એક ટોળી પર હુમલો કરે, તો બીજી ટોળી ભાગી જઈને બચી જાય.”

9યાકૂબે કહ્યું, “હે માંરા પૂર્વજ ઇબ્રાહિમના દેવ, હે માંરા પિતા ઇસહાકના દેવ! તેં જ મને કહ્યું હતું કે, ‘તારા દેશમાં તારા વતનમાં પાછો જા, હું તારું ભલું કરીશ.

10તેં માંરા પર ધણી કરુણા બતાવી છે. તમે માંરા માંટે જે બધું સારું કર્યુ છે. તે માંટે હું યોગ્ય નથી. મે યર્દન નદી પહેલી વાર ઓળંગી ત્યારે માંરી પાસે ફકત માંરી લાકડી જ હતી, અને અત્યારે માંરી પાસે એટલી બધી વસ્તુઓ છે કે, હું તે બધીને પૂરા બે ભાગમાં અને બે ટોળીમાં વહેંચી શકું.

Genesis 32 illustration - Genesis Chapter 32

11હું તમને પ્રાર્થના કરું છું કે, કૃપા કરીને મને માંરા ભાઈ એસાવના હાથમાંથી બચાવો. મને એનો ભય છે કે, રખેને તે આવીને અમને બધાંને, માંરા દીકરાઓને તેઓની માંઓ સુદ્વાંને માંરી નાખે.

12હે યહોવા, તમે મને વચન આપ્યું હતું કે, ‘હું તારું ભલું કરીશ, અને તારા વંશજોને સમુદ્રની રેતીના રજ જેટલા બનાવીશ કે, જેને કોઈ ગણી ન શકે.”‘

13તે રાત્રે યાકૂબે ત્યાં જ મુકામ કર્યો. યાકૂબે પોતાની પાસે જે કાંઈ હતું તેમાંથી કેટલીક વસ્તુઓ પોતાના ભાઈ એસાવને ભેટ આપવા પસંદ કરી:

14બકરીઓ 200, બકરાઓ 20,અને 200 ઘેટીઓ, 20 ધેટા,

15ઊઁટડીઓ 30, તેઓના બચ્ચાં સાથે, તથા 40 ગાયો અને 10 ગોધાઓ, 20 ગધેડીઓ અને 10 વછેરા.

Genesis 32 illustration - Genesis Chapter 32

16આ બધાં તેણે જુદાં જુદાં ટોળાંમાં પોતાના નોકરોને સોંપ્યાં અને કહ્યું, “માંરી આગળ ચાલો, અને એક ટોળાં અને બીજા ટોળાં વચ્ચે જગ્યા રાખજો.”

17યાકૂબે તેમને હુકમ કર્યો અને પ્રાણીઓના પહેલા ટોળા સાથેના સેવકને સૂચના આપી કે, “જો માંરો ભાઈ એસાવ તમને મળે અને પૂછે કે, ‘તમે કોના સેવક છો? તમે કયાં જાઓ છો? અને આ તમાંરી આગળનાં ઢોરનાં માંલિક કોણ છે?’

18ત્યારે જવાબ આપજો, ‘એ તો આપના સેવક યાકૂબનાં છે, અને એના વડીલ એસાવ માંટે ભેટમાં મોકલ્યાં છે; અને યાકૂબ પોતે અમાંરી પાછળ જ આવે છે.”‘

19એ જ રીતે તેણે ઢોરોના ટોળાં પાછળ ચાલતા બીજા માંણસને, ત્રીજા માંણસને અને બધાં જ માંણસોને સૂચના આપી કે, “જયારે તમે લોકો એસાવને મળો ત્યારે આ એક જ વાત કહેજો.

20વધુમાં કહેજો કે, ‘આ તમાંરી ભેટ છે, અને આપનો સેવક યાકૂબ પણ લોકોની પાછળ આવી રહ્યો છે.”‘યાકૂબે વિચાર્યુ, “જો હું આ માંણસોને ભેટ સાથે આગળ મોકલું તો શકય છે કે, કદાચ એસાવ મને માંફ કરે અને માંરો સ્વીકાર કરે.”

Genesis 32 illustration - Genesis Chapter 32

21એટલા માંટે યાકૂબે એસાવને ભેટ તેની આગળ આગળ મોકલી પરંતુ યાકૂબ પોતે તે રાત્રે પોતાની છાવણીમાં જ રહ્યો.

22તે રાત્રે મોડેથી યાકૂબ ઊઠયો અને પોતાની બે પત્નીઓ, બે દાસીઓ, અને અગિયાર બાળકોની સાથે યાબ્બોક નદીને પાર ચાલ્યો ગયો.

23યાકૂબે પોતાની પત્નીઓ અને બાળકોને તેમજ પોતાની બધી મતાને નદીની પાર મોકલી દીધાં અને તે એકલો રહી ગયો.

24યાકૂબ નદીને પાર કરનાર છેલ્લો માંણસ હતો. પરંતુ પાર કરતા પહેલાં જયારે તે એકલો હતો ત્યારે એક માંણસ આવ્યો અને તેની સાથે કુસ્તી કર્યા કરી. જયાં સુધી સૂરજ ના ઊંગ્યો ત્યાં સુધી તે વ્યકિએ યાકૂબ સાથે કુસ્તી કર્યા કરી.

25તે વ્યકિતએ જયારે જોયું કે, પોતે યાકૂબને હરાવી શકતો નથી ત્યારે તેણે યાકૂબના જાંઘના સાંધા પર ઠોંસો માંર્યો અને યાકૂબ કુસ્તી કરતો હતો ત્યાં જ તેની જાંઘનો સાંધો ઊતરી ગયો.

Genesis 32 illustration - Genesis Chapter 32

26પછી તે વ્યકિતએ યાકૂબને કહ્યું, “પરોઢ થવા આવ્યું છે, એટલે મને છોડી દો.”પરંતુ યાકૂબે કહ્યું, “જયાં સુધી તું મને આશીર્વાદ નહિ આપે ત્યાં સુધી હું તને છોડીશ નહિ.”

27એટલે પેલા વ્યકિતએ પૂછયું, “તારું નામ શું છે?”અને યાકૂબે કહ્યું, “માંરું નામ યાકૂબ છે.”

28પછી પુરુષે કહ્યું, “હવે તારું નામ યાકૂબ નહિ પણ ઇસ્રાએલ કહેવાશે. કારણ કે તેં દેવ સાથે તથા પુરુષો સાથે લડીને વિજય મેળવ્યો છે.”

29પછી યાકૂબે પેલાને પૂછયું, “કૃપા કરીને મને જરા તમાંરું નામ કહેશો?”પરંતુ પેલી વ્યકિતએ કહ્યું, “તું માંરું નામ શા માંટે પૂછે છે?” અને પછી તે સમયે પેલી વ્યકિતએ યાકૂબને આશીર્વાદ આપ્યા.

30એટલા માંટે યાકૂબે તે જગ્યાનું નામ પનુએલ પાડયું. યાકૂબે કહ્યું, “આ જગ્યાએ મેં દેવના પ્રત્યક્ષ દર્શન કર્યા છે. પરંતુ માંરો જીવ બચી ગયો.”

Genesis 32 illustration - Genesis Chapter 32

31જેવો તે પનુએલ આગળથી પસાર થયો કે, તરત જ સૂર્યોદય થયો. યાકૂબ પોતાના પગને કારણે લંગડો ચાલતો હતો.

32એટલા માંટે આજે પણ ઈસ્રાએલના લોકો પ્રાણીની જાંઘના સાંધાનો સ્નાયુ ખાતા નથી. કારણ કે યાકૂબની જાંઘના સાંધાના સ્નાયુ પર તેણે ઈજા પહોચાડી હતી.

Chapter Complete

You have read Genesis 32

32 verses