Lumina
Ezekiel

The Useless Vine

Ezekiel 15·Gujarati Bible

1ત્યાર બાદ મને યહોવાની વાણી સંભળાઇ:

2“હે મનુષ્યના પુત્ર, દ્રાક્ષાવેલાનું લાકડું જંગલમાંની ઝાડની ડાળીના લાકડાં કરતાં કઇ રીતે સારું ગણાય?

3એના લાકડામાંથી શું કશું બને છે? માણસ એમાંથી એક ખીંટી પણ બનાવી શકે છે, જેના પર કશું લટકાવી શકાય?

4એને બળતણ તરીકે અગ્નિમાં નાખવામાં આવે છે ત્યારે તેના બંને છેડા સળગવા લાગે છે અને વચ્ચેનો ભાગ ખાખ થઇ જાય છે. પછી એ શા કામમાં આવે?

5બળતણ તરીકે વપરાયા અગાઉ પણ તે બિનઉપયોગી હતું, હવે અગ્નિએ તેને બાળીને ભસ્મ કર્યું છે, ત્યારે તેમાંથી શું ઉપયોગી ચીજ બની શકે?

Ezekiel 15 illustration - Ezekiel Chapter 15

6આથી યહોવા મારા માલિક કહે છે; જેમ મેં દ્રાક્ષાવેલને લાકડા કરતાં વધારે બિનઉપયોગી બનાવ્યું છે, અગ્નિમાં ઇંધણ તરીકે વપરાતા કોઇ પણ લાકડાં કરતા પણ બિન ઉપયોગી, તે પ્રમાણે હું યરૂશાલેમના લોકોનું પણ કરીશ.

7હું તેઓની વિરુદ્ધ થઇ જઇશ, તેઓ એક આગમાંથી બચી જશે તોપણ તેઓ બીજી વારની આગમાં બળી મરશે. ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.

8એ લોકો મને વિશ્વાસઘાતી નીવળ્યા છે, તેઓ મૂર્તિઓની પૂજા કરે છે માટે હું તેઓના દેશને ઉજ્જડ કરી નાખીશ.” એમ યહોવા મારા માલિક કહે છે.

Chapter Complete

You have read Ezekiel 15

8 verses