Lumina
Exodus

The First Plague: Blood

Exodus 7·Gujarati Bible

1યહોવાએ મૂસાને કહ્યું, “હું તારી સાથે રહીશ. હું તારો દેખાવ એવો કરીશ કે તું ફારુનની સામે એક મહાન રાજા લાગીશ અને તારો ભાઈ હારુન તારો પ્રવકતા બનશે.

2હું તને જે આદેશ આપુ તે બધા તારે હારુનને કહેવા, હું જે કહું તે રાજા ફારુનને કહેશે, પછી ફારુન ઇસ્રાએલી લોકોને આ નગર છોડવા દેશે.

3પણ હું ફારુનને હઠાગ્રહી બનાવી દઈશ, જેથી તું જે કંઈ કહીશ તેને તે માંનશે નહિ. એથી હું કોણ છું તે સાબિત કરવા હું મિસર દેશમાં અનેક ચમત્કારો કરીશ. પરંતુ તે છતાં પણ તે સાંભળશે નહિ.

4એટલા માંટે હું મિસર દેશ પર માંરો હાથ ઉગામીશ અને તેને કારમી સજા કરીને માંરાં સૈન્યોને, માંરી ઇસ્રાએલી પ્રજાને, મિસરની બહાર કાઢી લાવીશ.

5ત્યારે મિસરના લોકોને ખબર પડશે કે હું યહોવા છું, હું તેમની વિરુદ્ધ થઈ જઈશ અને તેઓ જાણશે કે હું યહોવા છું, જ્યારે હું માંરા લોકોને તેમના દેશમાંથી બહાર લઈ જઈશ.”

Exodus 7 illustration - Exodus Chapter 7

6મૂસાએ અને હારુને યહોવાએ જે આજ્ઞા કરી હતી તેનું પાલન કર્યુ.

7તે સમયે જ્યારે તેમણે ફારુન સાથે વાત કરી ત્યારે મૂસાની ઉમર 80 વર્ષની અને હારુનની ઉમર 83 વર્ષની હતી.

8યહોવાએ મૂસા અને હારુનને કહ્યું,

9“જ્યારે ફારુન તમને એમ કહે કે, તમાંરી શક્તિ સાબિત કરવા માંટે, ‘કોઈ ચમત્કાર બતાવો.’ ત્યારે તારે હારુનને કહેવું કે, ‘તારી લાકડી લઈને ફારુનની આગળ જમીન પર નાખી દે એટલે એ સાપ બની જશે.”

10એટલા માંટે મૂસા અને હારુન મિસરના રાજા ફારુન પાસે ગયા, અને યહોવાની આજ્ઞા પ્રમાંણે તેમણે કર્યુ. હારુને ફારુન અને તેના અમલદારો સમક્ષ જમીન પર પોતાની લાકડી નાખી દીધી અને તે સાપ બની ગઈ.

Exodus 7 illustration - Exodus Chapter 7

11ત્યારે ફારુને જ્ઞાની પંડિતોને અને જાદુગરોને બોલાવ્યા. મિસરના જાદુગરોએ પણ તેમની મેલી વિધા વડે હારુનના જેવો ચમત્કાર કરી બતાવ્યો.

12તેઓએ તેમની લાકડીઓ જમીન પર ફેંકી અને તે સાપ બની ગઈ. પણ હારુનની લાકડી તેમની લાકડીઓને ગળી ગઈ.

13ફારુને તેમ છતાં હઠાગ્રહ છોડયો નહિ અને લોકોને જવાની ના પાડી. અને યહોવાએ કહ્યું હતું તેમ, મૂસા અને હારુનની વાત સાંભળી નહિ.

14પછી યહોવાએ હારુન અને મૂસાને કહ્યું, “ફારુને હઠ પકડી છે, એ માંરી પ્રજાને જવા દેવાની ના પાડે છે.

15ફારુન સવારે નદી કિનારે આવશે. તમે નાઈલ નદીના કિનારે-કિનારે જાઓ. અને જે લાકડી સાપ થઈ ગઈ હતી, તે સાથે લઈને નદીકાંઠે તમે તેની રાહ જોતા ઊભા રહેજો. અને તેને કહેજો કે,

Exodus 7 illustration - Exodus Chapter 7

16હિબ્રૂ લોકોના દેવ યહોવાએ મને તમાંરી પાસે મોકલ્યો છે અને કહેવડાવ્યું છે કે, માંરા લોકોને માંરી ઉપાસના કરવા માંટે રણમાં જવા દે: જો અત્યાર સુધી તેં યહોવાની વાત કાને ધરી નથી.’

17હવે, યહોવા કહે છે કે, ‘હું યહોવા છું એની તમને આના પરથી ખબર પડી જશે. જો હું નાઈલ નદીના પાણી પર માંરા હાથમાંની લાકડી પછાડીશ એટલે તે લોહી થઈ જશે;

18ત્યારે નાઈલ નદીની માંછલીઓ મરી જશે. અને નદીમાંથી દુર્ગંધ આવશે અને મિસરવાસીઓને માંટે એનું પાણી પીવાલાયક પણ રહેશે નહિ.”‘

19પછી યહોવાએ મૂસાને કહ્યું, “તું હારુનને એમ કહે કે, તારી લાકડી લઈને મિસરનાં તમાંમ જળાશયો પર, નદીઓ ઉપર, નહેરો અને તળાવો ઉપર તારો હાથ ફેલાવ એટલે તે બધું જ પાણી લોહી બની જાય. અને સમગ્ર મિસર દેશમાં લાકડાના અને પથ્થરનાં બધાં વાસણોમાં પણ પાણીનું લોહી થઈ જશે.”

20એટલા માંટે મૂસા અને હારુને યહોવાની જેવી આજ્ઞા હતી તે પ્રમાંણે કર્યું. હારુને ફારુન અને તેના અમલદારોના દેખતા લાકડી ઉપાડીને નાઈલના પાણી પર પ્રહાર કર્યો. અને બધું જ પાણી લોહી થઈ ગયું.

Exodus 7 illustration - Exodus Chapter 7

21નદીમાં બધી માંછલીઓ મરી ગઈ અને નદીમાંથી દુર્ગંધ આવવા લાગી. અને મિસરના લોકો માંટે નદીનું પાણી પીવા માંટે નકામું થઈ ગયું. સમગ્ર મિસરમાં લોહી થઈ ગયું.

22મિસરના જાદુગરોએ પણ પોતાની મેલીવિદ્યાથી તે પ્રમાંણે કર્યું, તેથી ફારુને મૂસા અને હારુનની વાત કાને ન ધરી. યહોવાએ જેવું કહ્યું હતું બરાબર એ જ પ્રમાંણે થયું.

23આ બાબતને ધ્યાનમાં લીધા વિનાજ ફારુન પોતાના મહેલમાં પાછો ફરી ગયો. મૂસા અને હારુને જે કાંઈ કર્યુ તેની તેણે ઉપેક્ષા કરી.

24મિસરવાસીઓ નાઈલ નદીનું પાણી પી શકતા ન હતા તેથી તેમણે નદીની આજુબાજુ ચારેબાજુ કૂવાઓ ખોધ્યા અને વીરડા ગાળ્યા.

25યહોવા દ્વારા નાઈલ નદી પર પ્રહાર કર્યાને પૂરા સાત દિવસ વીતી ગયા.

Chapter Complete

You have read Exodus 7

25 verses