Lumina
Exodus

Making the Altar and Court

Exodus 38·Gujarati Bible

1તેણે 5હાથ લાંબી, 5હાથ પહોળી અને 3હાથ ઊચી ચોરસ યજ્ઞ માંટેની વેદી બાવળના લાકડામાંથી બનાવી.

2તેના ચાર ખૂણા પર ચાર શિંગ હતાં, તે વેદીના લાકડામાંથી જ બનાવેલાં હતાં. આ વેદી ઉપર કાંસાનું આવરણ ચઢાવવામાં આવ્યું હતું.

3પછી તેણે વેદીનાં બધાં જ પાત્રો-ભસ્મપાત્રો, તાવડીઓ, તપેલાં, ડોયા, પંજેટી અને સગડીઓ-કાંસાનાં બનાવ્યાં.

4પછી તેણે વેદીની અંદરના ભાગમાં જયાં અગ્નિ પ્રગટે છે ત્યાં અડધી ઊચાઈએ ટેકા માંટેની ધાર બનાવીને તેના ઉપર કાંસાની જાળી ગોઠવી.

5આ વેદીની ચાર બાજુઓ માંટે ચાર કડાં બનાવીને કઠેરાના ચાર ખૂણે મૂક્યાં જેથી તેમાં દાંડા ભેરવી શકાય.

Exodus 38 illustration - Exodus Chapter 38

6આ દાંડા બાવળના લાકડાના બનાવીને તેને કાંસાથી મઢી લીધા,

7પછી તેને વેદીની બાજુએ આવેલાં કડાંઓમાં પરોવી દીધા. વેદી લાકડાંના પાટિયાંમાંથી બનાવેલી હતી અને અંદરથી પોલી રાખી હતી.

8મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે ભેગી થયેલી સ્ત્રીઓનાં દાન કરેલા કાંસાના દર્પણમાંથી ઢાળીને તેણે હાથ પગ ધોવાની કાંસાની કૂડી અને તેની કાંસાની ઘોડી બનાવ્યાં.

9પછી તેણે આંગણું બનાવ્યું; તેની દક્ષિણ બાજુના પડદાની ભીંત 100 હાથ લાંબી હતી અને તે ઝીણા કાંતેલા શણના પડદાઓની બનાવેલી હતી.

10આ પડદાને પકડી રાખવા માંટે 20 થાંભલીઓ અને 20 કૂભીઓ કાંસાની હતી. તથા એ થાંભલીઓના આંકડા અને આડા સળિયા ચાંદીના બનાવેલા હતા.

Exodus 38 illustration - Exodus Chapter 38

11ઉત્તરની બાજુએ 10 0 હાથ લાંબા પડદા હતા અને તેને માંટે કાંસાની 20 થાંભલીઓ અને 20 કૂભીઓ હતી, તથા આંકડા અને સળિયા ચાંદીના હતા.

12આંગણાની પશ્ચિમ બાજુએ 50 હાથ લાંબા પડદા હતા. તથા 10 થાંભલીઓ અને 10 કૂભીઓ હતી. અને આંકડા અને સળિયા ચાંદીના હતા.

13આંગણાની પૂર્વ તરફ 50 હાથ લાંબી ભીંત હતી. આંગણનો પ્રવેશદ્વાર આ તરફ હતો.

14પ્રવેશદ્વારની એક બાજુએ

15હાથનો પડદો હતો અને તેને થોભવા માંટે ત્રણ થાંભલીઓ અને ત્રણ કૂભીઓ હતી. 15 અને આંગણાના પ્રવેશદ્વારની બીજી બાજુએ 15 હાથ લાંબા પડદા હતા, અને તેમને ત્રણ થાંભલીઓ અને ત્રણ કૂભીઓ હતી.

Exodus 38 illustration - Exodus Chapter 38

16ભીતો બનાવવા માંટે વપરાયેલા બધા જ પડદાઓ ઝીણા કાંતેલા શણના બનાવેલા હતા.

17પ્રત્યેક થાંભલીઓ માંટેની કૂભીઓ કાંસાની હતી અને આંકડા તથા દાંડીઓ ચાંદીના હતાં. થાંભલીઓનો ટોચકા ચાંદીના પતરાથી મઢેલી હતી, આંગણાની બધી થાંભલીઓને ચાદીની દાંડીઓ હતી.

18આંગણાના પ્રવેશદ્વારનો પડદો ભૂરા, કિરમજી, તથા લાલ રંગના ઊનનો અને ઝીણા કાંતેલા શણનો હતો, તેના પર ભરતકામ કરેલું હતું. અને તે 20 હાથ લાંબો અને આંગણાને ફરતા પડદાની જેમ 5 હાથ ઊંચો હતો.

19તે ચાર કાંસાની કૂભીઓમાં બેસાડેલી ચાર કાંસાની થાંભલીઓ ઉપર લટકાવેલો હતો. તેના આંકડાઓ અને સળિયાઓ ચાંદીના હતા. થાંભલીઓના મથાળાં ચાંદીથી મઢેલાં હતાં.

20પવિત્રમંડપ તથા આંગણાના બાંધકામમાં વપરાયેલી બધી ખૂંટીઓ કાંસાની બનાવેલી હતી.

Exodus 38 illustration - Exodus Chapter 38

21પવિત્ર તંબુ એટલે કે કરારકોશના તંબુના બાંધકામમાં વપરાયેલ વિવિધ ધાતુનો હિસાબ આ મુજબ છે. મૂસાએ એ યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો, અને તે યાજક હારુનના પુત્ર ઈથામાંરના નિરીક્ષણ હેઠળ તૈયાર કરેલી હતી.

22યહૂદાના કુળસમૂહના હૂરના દીકરા ઊરીના દીકરા બઝાલએલે યહોવાએ મૂસાને જે જે બનાવવાની આજ્ઞા કરી હતી તે બધું બનાવ્યું.

23તેને મદદ કરનાર દાનના વંશના અહીસામાંખનો પુત્ર આહોલીઆબ કોતરકામ કરનાર, નવી ભાતો બનાવનાર, અને ભૂરા કિરમજી અને લાલ ઊન તેમજ ઝીણા કાંતેલા શણનું ભરત ભરનાર હતો.

24એ પવિત્રસ્થાનક માંટે યહોવાને સમર્પિત કુલ સોનાનું વજન મંદિરના માંપના ધોરણ મુજબ 2 ટન કરતા વધારે હતું.

25વસ્તીગણતરીની નોંધણી વખતે લોકો પાસેથી મળેલ ચાદીનું વજન મંદિરના માંપ ધોરણ પ્રમાંણે 3-3/4 ટન કરતા વધારે હતું.

Exodus 38 illustration - Exodus Chapter 38

26વસ્તીગણતરીમાં વીસની અને તેની ઉપરની ઉંમરના 6,03,550 માંણસો નોંધાયેલ હતાં. અને તેમાંના પ્રત્યેક એક બેકા ચાંદીની ખંડણી ભરી હતી (અધીકૃત માંપ વાપરતા એક બેકા એટલે અડધો શેકેલ).

27પવિત્રસ્થાન માંટેની અને પડદા માંટેની કૂભીઓ બનાવવામાં 3-3/4 ટન ચાંદી વપરાઈ હતી: તેમાંથી 10 કૂભીઓ બનાવી. તેથી દરેક કૂભીમાં 75 પૌંડ ચાંદી હતી.

28બાકીની 50 પૌંડ ચાંદીમાંથી તેણે થાંભલીઓના આંકડા, તેમનાં મથાળાં અને દાંડીઓ બનાવી.

29યહોવાને સમર્પિત કુલ કાંસા સાડા છવ્વીસ ટન કરતા વધારે હતું.

30આ કાંસાનો ઉપયોગ મુલાકાતમંડપના પ્રવેશદ્વારની કૂભીઓ, કાંસાની વેદી અને તેની કાંસાની જાળી, વેદીનાં બધાં સાધનો,

Exodus 38 illustration - Exodus Chapter 38

31આંગણા માંટેના પાયા તથા તેના પ્રવેશદ્વાર અને પવિત્રમંડપ અને આંગણાનાં બાંધકામ માંટે વપરાયેલા સર્વ અને ખીલીઓ બનાવવા માંટે થયો હતો.

Chapter Complete

You have read Exodus 38

31 verses