Lumina
Exodus

Consecration of the Priests

Exodus 29·Gujarati Bible

1દેવે મૂસાને કહ્યું, “યાજકો તરીકે હારુન અને તેના પુત્રોના સમર્પણ માંટેની દીક્ષા વિધિ આ પ્રમાંણે છે.

2ખોડ વિનાના બે ઘેટાં અને એક જુવાન બળદ લેવો. બેખમીર રોટલી, તેલથી મોહેલી બેખમીર ભાખરી, અને તેલ ચોપડેલી બેખમીર રોટલી લેવી. આ બધું ઘઉના મેદાનું બનાવવું.

3તેઓને ટોપલીમાં મૂકવાં અને જુવાન બળદ અને બે ઘેટાં સાથે તે લાવવું.

4“ત્યારબાદ હારુન અને તેના પુત્રોને મુલાકાત મંડપમાં દ્વાર પાસે લાવીને તેમને સ્નાન કરાવ.

5પછી હારુનને જામો, ભરતકામવાળો ઝભ્ભો, એફોદ, ઉરપત્ર અને કમરબંધ પહેરાવ.

Exodus 29 illustration - Exodus Chapter 29

6અને તેના માંથા પર પાઘડી મૂકાને તેની સાથે દીક્ષાનો પવિત્ર મુગટ બાંધ.

7પછી અભિષેકનું તેલ લઈ તે તું તેના માંથા પર રેડી, તેનો અભિષેક કરજે.

8“ત્યારબાદ તેના પુત્રોને લાવી, તેમને ડગલા પહેરાવવા કમરે કમરબંધ બાંધવા તથા માંથે ફેંટા બાંધવા.

9માંરા શાશ્વત કાનૂનનુસાર તેઓ યાજકપદે કાયમ રહેશે. આ રીતે હારુનની અને તેના પુત્રોની યાજકપદે પ્રતિષ્ઠા કરવાની છે.

10“ત્યારબાદ બળદને મુલાકાતમંડપની આગળ લઈ આવવો. અને હારુન અને તેના પુત્રોએ તેના માંથા ઉપર હાથ મૂકવા.

Exodus 29 illustration - Exodus Chapter 29

11પછી યહોવાની સંમુખ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ બળદનો વધ કરવો.

12બળદનું થોડું લોહી લઈને આંગળી વડે વેદીનાં ટોચકાંઓને લગાડવું, પછી બાકીનું બધું લોહી વેદીના પાયા આગળ રેડી દેવું.

13પછી અંદરના ભાગો પર આવેલી બધીજ ચરબી લેવી, પિત્તાશય અને બે મૂત્રપિંડની ઉપર આવેલી ચરબી પણ લઈ લેવી અને વેદી પર તેનું દહન કરવું.

14પરંતુ બળદના માંસને, ચામડીને અને તેના અંદરના અવયવોને છાવણીની બહાર અગ્નિથી બાળી મૂકવાં. તે પાપાર્થાર્પણ છે.

15“ત્યારબાદ એક ઘેટો લેવો. હારુને અને તેના પુત્રોએ તેના માંથ પર હાથ મૂકવા.

Exodus 29 illustration - Exodus Chapter 29

16પછી એ ઘેટાનો વધ કરીને, તેનું લોહી લઈને વેદીની ચારે બાજુએ છાંટવું.

17પછી તે ઘેટાંને કાપીને કકડા કરવા. અને તેનાં આંતરડાં તથા પગ ધોઈ નાખવાં અને પછી તેઓને માંથા અને શરીરના બીજા અવયવો સાથે મૂકવાં.

18પછી આખા ઘેટાંનું વેદી પર દહન કરવું એ યહોવાના માંનમાં આપેલ દહનાર્પણ છે. એની સુવાસથી હું પ્રસન્ન થાઉં છું, એ માંરા માંનમાં કરેલો હોમયજ્ઞ છે.

19“હવે પછી બીજો ઘેટો લેવો. હારુને અને તેના પુત્રોએ તેના માંથા પર હાથ મૂકવા.

20પછી તે ઘેટાનો વધ કરીને તેનું થોડું લોહી લઈને હારુન અને તેના પુત્રોના જમણા કાનની બૂટને, જમણા હાથના અંગૂઠાને તથા જમણા પગના અંગૂઠાને લગાડવું.

Exodus 29 illustration - Exodus Chapter 29

21ત્યારબાદ બાકીનું લોહી વેદીની ચારે બાજુ છાંટી દેવું, વેદી ઉપરના લોહીમાંથી થોડું લોહી અને અભિષેકનું તેલ લઈ હારુન અને તેનાં વસ્ત્રો પર તથા તેના પુત્રો અને તેમનાં વસ્ત્રો પર છાંટવું એટલે આમ તેઓ તથા તેઓનાં વસ્ત્રો યહોવાને અર્થે પવિત્ર ગણાશે.

22“પછી ઘેટાંના ચરબીવાળા ભાગ લેવા; તેની પૂંછડી, અંદરના અવયવો પરની ચરબી, કાળજા પરની ચરબી, ચરબી સાથે જ મૂત્રપિંડો અને જમણી જાંધ. કારણ કે હારુન અને તેના દીકરાઓની દીક્ષા માંટેનો આ ઘેટો છે.

23યહોવા આગળના બેખમીર રોટલીના ટોપલામાંથી એક રોટલી, એક મોવણવાળી ભાખરી અને એક તેલ ચોપડેલી રોટલી લેવી.

24એ બધું હારુનના અને તેના પુત્રોના હાથ પર મૂકવું અને એના વડે યહોવાની ઉપાસના કરવી.

25પછી તેઓના હાથમાંથી તું તે લે અને યહોવા સમક્ષ દહનાર્પણ તરીકે વેદી પર તેનું દહન કરવું. એની સુવાસથી હું પ્રસન્ન છું. એ માંરા માંનમાં કરેલું દહનાર્પણ છે.

Exodus 29 illustration - Exodus Chapter 29

26“પછી હારુનની દીક્ષા માંટે વપરાયેલા ઘેટાની છાતી લઈને તેના વડે યહોવાની ઉપાસના કરવી પછી એ તારો હિસ્સો ગણાશે.

27હારુન અને તેના પુત્રોની દીક્ષા માંટે વપરાયેલા, જેના વડે ઉપાસના કરી છે તે, અને ભેટ ધરાવેલી છાતી અને જાંધ તારે યાજકો માંટે અલગ રાખવાં.

28માંરા શાશ્વત નિયમાંનુસાર એ હારુનને અને તેના પુત્રોને ઇસ્રાએલીઓ તરફથી મળવો જોઈતો હિસ્સો છે; કારણ કે ઇસ્રાએલીઓએ શાંત્યર્પણમાંથી યહોવાને ધરાવેલી એ ભેટ છે.

29“હારુનનાં આ પવિત્ર વસ્ત્રો સાચવી રાખવાં. હારુનના મૃત્યુ બાદ તેના પુત્રોને વારસામાં મળે. પેઢી દર પેઢી તેઓ તેમની પોતાની અભિષેકની દીક્ષા વિધિ વખતે તે પહેરે.

30હારુન પછી જે કોઈ મુખ્ય યાજક થાય તે મુલાકાત મંડપમાં અને પવિત્રસ્થાનમાં સેવા શરૂ કરે તે અગાઉ સાત દિવસ સુધી આ વસ્ત્રો ધારણ કરે.

Exodus 29 illustration - Exodus Chapter 29

31“દીક્ષા માંટે અર્પણ કરાયેલ ઘેટાનું માંસ લઈને કોઈ પવિત્રસ્થાને તેને બાફવું;

32ત્યારબાદ હારુન અને તેના પુત્રોએ મુલાકાતમંડપમાં પ્રવેશદ્વાર આગળ એ ઘેટાનું માંસ અને ટોપલામાંની રોટલીનું ભોજન કરવું.

33તેમની દીક્ષાવિધિ વખતે તેમની પ્રાયશ્ચિત વિધિ માંટે ઉપયોગમાં લેવાયેલ પદાર્થો જ ખાવા; યાજકો સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિએ તે ખાવા નહિ. કારણ એ પવિત્ર છે.

34સવાર સુધી જો માંસ કે રોટલીમાંથી કાંઈ વધે તો તેને અગ્નિમાં બાળી મૂકવું, ખાવું નહિ, કારણ એ પવિત્ર છે.

35“હારુન અને તેના પુત્રોને બાબતમાં મે આજ્ઞા કરી છે તે મુજબ જ કરવું. એમની દીક્ષાની વિધિ સાત દિવસ ચલાવવી.

Exodus 29 illustration - Exodus Chapter 29

36દરરોજ પ્રાયશ્ચિત વિધિ માંટે એક બળદનું બલિદાન આપવું. વેદી ઉપર પ્રાયશ્ચિતવિધિ કરવાથી તું એને પાપમુકત કરશે. ત્યાર પછી તારે વેદી પર તેલનો અભિષેક કરી અને પવિત્ર બનાવવી.

37સાત દિવસ સુધી વેદીને શુધ્ધ અને પવિત્ર બનાવવી. ત્યાર બાદ વેદી સંપૂર્ણપણે અત્યંત પવિત્ર બનશે, એના પછી વેદી જ અત્યંત પવિત્ર બનશે. અને જો કોઈ તેના સંપર્કમાં આવશે તે પવિત્ર બની જશે.

38“તારે વેદી પર આટલી બલિ ચઢાવવી: પ્રતિદિન કાયમને માંટે એક વર્ષની ઉંમરના બે હલવાન અર્પણ કરવાં.

39એક સવારે અને બીજું સાંજે.

40પ્રથમ ઘેટા સાથે તમાંરે એક કિલો શુદ્ધ તેલમાં મોહેલો એક કિલો ઝીણો ઘઉંનો લોટ તેમજ પેયાર્પણ તરીકે એક લીટર દ્રાક્ષારસ અર્પણ કરવું.

Exodus 29 illustration - Exodus Chapter 29

41સાંજે અર્પણ થતા હલવાનની સાથે સવારની જેમ ઝીણા ઘઊનાં લોટનું અને દ્રાક્ષારસનું અર્પણ કર. દેવની સમક્ષ તે સુવાસિત અર્પણ અને અગ્નિમાં થયેલ અર્પણ લેખાશે. એ યજ્ઞની સુવાસથી હું પ્રસન્ન થાઉં છું.

42“આ દહનાર્પણ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ માંરી નજર સમક્ષ નિયમિત પેઢી-દર પેઢી આપવાની છે.

43હું ત્યાં જ તમને મળીશ; અને ત્યાં જ હું ઇસ્રાએલીઓને પણ મળીશ. અને માંરા મહિમાંથી એ સ્થાન પવિત્ર થઈ જશે.

44“હા, હું મુલાકાતમંડપને, વેદીને અને યાજકો તરીકે માંરા સેવકો હારુન તથા તેના પુત્રોને પવિત્ર કરીશ.

45અને હું ઇસ્રાએલના લોકો મધ્યે નિવાસ કરીશ અને તેમનો દેવ થઈશ.

Exodus 29 illustration - Exodus Chapter 29

46તેઓને ખાતરી થશે કે તેમની વચ્ચે રહેવા માંટે તેમને મિસરમાંથી બહાર લાવનાર હું યહોવા તેઓનો દેવ છું.”

Chapter Complete

You have read Exodus 29

46 verses