Lumina
Exodus

The Red Sea Crossing

Exodus 14·Gujarati Bible

1પછી યહોવાએ મૂસાને કહ્યું,

2“તમે ઇસ્રાએલના લોકોને કહો કે, પાછા ફરીને પીહાહીરોથની આગળ, મિગ્દોલ અને લાલસમુદ્રની વચ્ચે બાલ-સફોનની આગળ મુકામ કરે, અને તમાંરે એ જગ્યાની બરાબર સામે સમુદ્રને કિનારે મુકામ કરવો.

3ફારુન વિચારશે કે, “ઇસ્રાએલીઓ રણપ્રદેશમાં ભૂલા પડી ગયા છે અને રણ એમને ઘેરી વળ્યું છે.”

4હું ફારુનને હઠે ચઢાવીશ જેથી તે તમાંરો પીછો કરશે અને તેના લશ્કરનો પરાજય કરીને હું માંરો મહિમાં વધારીશ. ત્યારે મિસરવાસીઓ જાણશે કે, હું યહોવા છું.” અને ઇસ્રાએલીઓએ એ મુજબ કર્યુ.

5જ્યારે ફારુનને ખબર આપવામાં આવી કે, ઇસ્રાએલના લોકો ભાગી ગયા છે. ત્યારે તેનું અને તેના અમલદારોનું વલણ બદલાઈ ગયું. તેમણે કહ્યું આપણે શું કર્યુ, “ઇસ્રાએલીઓને આપણે જવા કેમ દીધાં? આપણે આપણા ચાકરોને ગુમાંવ્યા છે.”

Exodus 14 illustration - Exodus Chapter 14

6એટલે ફારુને પોતાનો રથ તૈયાર કર્યો અને પોતાનું લશ્કર ભેગું કર્યુ.

7ફારુને પોતાના લોકોમાંથી 600 સૌથી શ્રેષ્ઠ સેનાનીઓને અને તેના બધાં રથો તેની સાથે લીધા. પ્રત્યેક રથમાં એક અમલદાર હતો.

8અને યહોવાએ મિસરના રાજા ફારુનને હિંમતવાન બનાવ્યો, તેથી તે ઇસ્રાએલી લોકોની પાછળ પડ્યો જે પોતાના હાથ ઉચા કરી નીકળી રહ્યાં હતા.

9મિસરના લશ્કરમાં અસંખ્ય ઘોડા, સૈનિકો અને રથો હતા. તે બધાએ એટલે કે ઘોડેસવારોએ તથા રથ સવારોએ તથા સૈનિકોએ ઇસ્રાએલીઓનો પીછો પકડયો. અને તેઓ બાલસફોનની આગળ પીહાહીરોથની પાસે સમુદ્ર કિનારે પડાવ નાખીને રહ્યા હતા ત્યાં તેમને પકડી પાડ્યા.

10જે સમયે ફારુન તેમની નજીક આવી પહોંચ્યો, તે સમયે ઇસ્રાએલીઓએ નજર કરીને જોયું તો ખબર પડી કે તેમની પાછળ મિસરીઓ પડ્યા છે! ત્યારે તેઓ ખૂબ ભયભીત થયા અને સહાય માંટે યહોવાને પોકાર કર્યો.

Exodus 14 illustration - Exodus Chapter 14

11તેમણે મૂસાને કહ્યું, “તમે અમને મિસરમાંથી બહાર શા માંટે લાવ્યા? શું મિસરમાં કબરો નથી? તમે અમને આ રણપ્રદેશમાં મરવા શા માંટે લાવ્યા? અમે લોકો મિસરમાં શાંતિપૂર્વક મૃત્યુ પામત, મિસરમાં ઘણી કબરો હતી.

12અમે લોકોએ મિસરમાં જ તમને નહોતું કહ્યું કે, ‘અમને લોકોને અમે જેમ છીએ તેમ રહેવા દો, મિસરવાસીઓની સેવા કરવા દો? આ રણપ્રદેશમાં મરવું તેના કરતાં મિસરવાસીઓની ગુલામી કરવી વધારે સારી છે.”

13પરંતુ મૂસાએ લોકોને ઉત્તર આપ્યો, “ગભરાશો નહિ, ભાગો નહિ, મક્કમ રહો, ને થોડી વાર ઊભા રહો અને જુઓ કે આજે યહોવા તમાંરા લોકોનો શી રીતે ઉદ્ધાર કરે છે! આજ પછી તમે આ મિસરવાસીઓને ફરી કયારેય જોશો નહિ.

14તમાંરે લોકોએ શાંત રહેવા સિવાય બીજું કાંઈ કરવાનું નથી. યહોવા તમાંરા માંટે લડતા રહેશે.”

15પછી યહોવાએ મૂસાને કહ્યું, “તું મને શા માંટે પોકાર કરે છે? ઇસ્રાએલના લોકોને આગળ વધવા માંટે આજ્ઞા કર.

Exodus 14 illustration - Exodus Chapter 14

16તું તારી લાકડીને રાતા સમુદ્ર ઉપર ઉઠાવી, હાથ લાંબો કર. સમુદ્રના બે ભાગ થઈ જશે. જેથી ઇસ્રાએલના લોકો સૂકી જમીન પર થઈને સમુદ્ર પાર કરશે.

17પછી હું મિસરવાસીઓને હિંમતવાન બનાવીશ એટલે તેઓ તમને સમુદ્રમાં હાકી કાઢશે. અને ફારુન તથા તેની આખી સેના, તેના રથો અને તેના ઘોડેસવારોને હરાવીશ અને તેઓ મને માંન આપે તેમ કરીશ.

18એટલે મિસરવાસીઓને ખબર પડશે કે હું યહોવા છું. અને જ્યારે હું ફારુન, તેના ઘોડેસવારો અને રથપતિઓને હરાવીશ ત્યારે તેઓ માંરું સન્માંન કરશે.”

19પછી ઇસ્રાએલી લોકોના સૈન્યની આગળ ચાલતો યહોવાનો દૂત ત્યાંથી ખસીને તેની પાછળ ચાલ્યો ગયો, તેથી મેધસ્તંભ તેમની આગળથી ખસીને તેમની પાછળ ઊભો રહ્યો;

20આ રીતે વાદળા મિસરીઓના સૈન્ય અને ઇસ્રાએલીઓના સૈન્યની વચ્ચે આવી ઉભા રહ્યાં. પણ ઇસ્રાએલી લોકો માંટે પ્રકાશ હતો. એટલે આખી રાત મિસરની સેના અંધકારને કારણે ઇસ્રાએલીઓ પાસે આવી ન શકી.

Exodus 14 illustration - Exodus Chapter 14

21મૂસાએ પોતાનો હાથ લાલ સમુદ્ર ઉપર લંબાવ્યો, એટલે યહોવાએ આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ફૂંકાવીને સમુદ્રને પાછો હઠાવ્યો, તેથી તેના પાણીના બે ભાગ પડી ગયા. અને સમુદ્રની જગ્યાએ સૂકી જમીન બનાવી હતી.

22ઇસ્રાએલના લોકો સૂકી જમીન પર ચાલીને સમુદ્રમાંથી પાર ગયા. ઇસ્રાએલીઓની ડાબી અને જમણી બાજુએ પાણીની ભીત બની ગઈ હતી.

23અને મિસરીઓ તેમની પાછળ પડયા. ફારુનના બધા જ રથો, ઘોડાઓ અને ઘોડેસવારો તેમની પાછળ તેઓ સમુદ્રની વચ્ચે પહોંચી ગયા.

24પછી પ્રભાતના પ્રથમ પહોરમાં વાદળ અને અગ્નિના સ્તંભમાંથી યહોવાએ મિસરીઓના સૈન્ય પર દૃષ્ટિપાત કરીને તેમના પર હુમલો કરી તેમનો પરાજય કર્યો.

25યહોવાએ તેમના રથનાં પૈડાં જમીનમાં એવા ખુંપાવી દીધાં કે માંડ માંડ ફરતાં હતા. આથી તેઓ બૂમ પાડવા લાગ્યા, “આ તો યહોવા ઇસ્રાએલીઓને પક્ષે આપણી સામે લડી રહ્યાં છે. ચાલો, આપણે પાછા ફરીએ.”

Exodus 14 illustration - Exodus Chapter 14

26પછી યહોવાએ મૂસાને કહ્યું, “હવે તું તારો હાથ સમુદ્ર ઉપર લંબાવ. જેથી મિસરવાસીઓ પર, તેમના રથો પર અને તેમના ઘોડેસવારો પર પાછાં પાણી ફરી વળે.”

27એટલે દિવસ બરાબર શરૂ થાય તે પહેલાં મૂસાએ સમુદ્ર ઉપર હાથ લાંબો કર્યો અને સવાર થતાં જ સમુદ્ર પહેલાં જેવો હતો તેવો પાછો થઈ ગયો. મિસરવાસીઓએ સમુદ્રમાં નાસભાગ કરવા માંડી અને યહોવાએ સમુદ્રમાં વચ્ચોવચ્ચ તેમનો ઘાણ કાઢી નાખ્યો, સૌને ડુબાડી દીધા.

28સમુદ્રના પાણીએ પાછાં વળીને, રથોને, ઘોડેસવારોને અને ઇસ્રાએલીઓનો પીછો પકડી સમુદ્રમાં ઘસી ગયેલા ફારુનના સમગ્ર સૈન્યને ડુબાડી દીધું. તેઓમાંથી એક પણ બચી શકયો નહિ.

29પરંતુ ઇસ્રાએલના લોકો સમુદ્રની વચ્ચેથી સૂકી જમીન પર થઈને ચાલ્યા ગયા હતા. અને પાણીની ભીંત તેમની ડાબી અને જમણી બાજુએ થઈ ગઈ હતી.

30આ રીતે તે દિવસે યહોવાએ ઇસ્રાએલીઓને મિસરીઓના હાથમાંથી બચાવી લીધા. અને ઇસ્રાએલીઓએ મિસરીઓને સમુદ્ર કિનારે મૃત હાલતમાં પડેલા જોયા.

Exodus 14 illustration - Exodus Chapter 14

31અને યહોવાએ મિસરીઓ વિરુધ્ધ જે પરાક્રમ કર્યું હતું તે જોઈને તેઓ ગભરાઈ ગયા અને યહોવા પર અને તેના સેવક મૂસા પર તેમને વિશ્વાસ બેઠો.

Chapter Complete

You have read Exodus 14

31 verses