Lumina
Deuteronomy

Blessings and Curses

Deuteronomy 28·Gujarati Bible

1“આજે હું તમને તમાંરા યહોવા દેવની આ બધી આજ્ઞાઓ કરું છું તે સર્વનું પાલન કરીને તમાંરા દેવ યહોવાનું કહ્યું, નિષ્ઠાપૂર્વક અનુસરશો તો તે તમને પૃથ્વીની બધી પ્રજાઓમાં ઉચ્ચ સ્થાને સ્થાપશે,

2તેથી જો તમે તમાંરા દેવ યહોવાને અનુસરશો, તો નીચેના આશીર્વાદો તમાંરા પર ઊતરશે:

3“નગરમાં અને ખેતરમાં પણ તમે આશીર્વાદિત થશો.

4ઘણાં સંતાનો, પુષ્કળ ધનધાન્ય, અસંખ્ય ઘેટાંબકરાં અને ઢોરઢાંખર દેવનાં આશીર્વાદથી પ્રાપ્ત થશે.

5તમાંરાં ટોપલાઓ અને ભોજનના થાળો ખૂબ ખોરાકથી આશીર્વાદિત થશે.

Deuteronomy 28 illustration - Deuteronomy Chapter 28

6વળી તમાંરી અંદરની અને બહારની પ્રવૃત્તિઓમાં તમને આશીર્વાદ પ્રાપ્ત થશે.

7“યહોવા તમાંરા ઉપર હુમલો કરવા આવનાર દુશ્મનોને પરાજીત કરશે; તેઓ ભેગા મળીને તમાંરી સામે એક દિશામાંથી આવશે તો પણ તમાંરી આગળથી સાત દિશાઓમાં ભાગી જશે.

8“તમાંરા યહોવા દેવ તમને જે દેશ આપે તેમાં જયારે તમે પહોંચશો ત્યારે તે તમાંરા અનાજના કોઠારો ભરીને તમને આશીર્વાદિત કરશે. અને તમે જે કાંઈ કામ કરશો તેમાં સફળતાનો આશીર્વાદ આપશે.

9અને તમે જો તમાંરા દેવ યહોવાની આજ્ઞાઓનું પાલન કરીને તેમના માંગેર્ ચાલશો, તો તેણે આપેલા વચન પ્રમાંણે તે તમને પવિત્ર દેશ તરીકે સ્થાપિત કરશે.

10તેથી પૃથ્વી પરના બધા લોકો તમે યહોવાની પ્રજા છો એ જાણીને તમાંરાથી ગભરાતા રહેશે.

Deuteronomy 28 illustration - Deuteronomy Chapter 28

11“યહોવાએ તમને જે દેશ આપવાનું તમાંરા પિતૃઓને વચન આપ્યું હતું તે દેશમાં યહોવા તમને ઘણાં સંતાનો, ઢોરઢાંખર તથા પુષ્કળ ઊપજ આપીને સર્વ સારાં વાનાં સાથે સમૃદ્વિ આપશે.

12યહોવા તમાંરા દેશમાં તમાંરી ભૂમિ પર તમને પ્રત્યેક ઋતુમાં પુષ્કળ પાક આપવા માંટે આકાશના પોતાના સમૃદ્વ ભંડારને ખોલીને યથાઋતુ વૃષ્ટિ કરશે, અને ખેતીના પ્રત્યેક કામમાં લાભ આપશે, જેથી તમે બીજી ઘણી પ્રજાઓને ઉછીનું આપશો પણ તેઓથી કઇ પણ ઉછીનું લેશો નહિ.

13આજે હું તમને તમાંરા દેવ યહોવાની જે આજ્ઞાઓ જણાવું છું તેનું તમે નિષ્ઠાપૂર્વક પાલન કરશો તો યહોવા તમને આગળ રાખશે, પાછળ રાખશે નહિ, અને તમે હંમેશા ઉપર રહેશો નીચે નહિ.

14આજે મેં તમને જે નિયમો દર્શાવ્યા છે તેમાંથી તમે આમ કે તેમ જરાય ચલિત થશો નહિ, અને અન્ય દેવોની કદાપી સેવાપૂજા કરશો નહિ, તેના ઉપર આ સર્વ આશીર્વાદોનો આધાર છે.

15“પરંતુ જો તમે તમાંરા દેવ યહોવાની આજ્ઞા નહિ પાળો અને આજે હું જે એમની આજ્ઞાઓ અને નિયમો જણાવું છું તેનું નિષ્ઠાપૂર્વક પાલન નહિ કરો તો આ સર્વ શ્રાપો તમાંરા પર ઊતરશે.

Deuteronomy 28 illustration - Deuteronomy Chapter 28

16“તમાંરાં શહેર અને ખેતરમાં તમે શ્રાપિત થશો.

17તમાંરા ટોપલાઓ અને ભોજનના થાળ ઉપર ખોરાકની દુર્લભતાનો શ્રાપ ઊતરશે.

18તમાંરી સંતતિ ઉપર, ખેતીની ઉપજ ઉપર, તમાંરાં ઢોરઢાંખર ઉપર તથા ઘેટાંબકરાં ઉપર શ્રાપ ઊતરશે.

19તમાંરી તમાંમ પ્રવૃતિઓમાં તમાંરા ઉપર શ્રાપ ઊતરશે.

20“કારણ કે યહોવા પોતે તેમનો શ્રાપ તમાંરા પર મોકલશે, યહોવા તમને શ્રાપ આપશે અને તમને વ્યાકુળ બનાવી દેશે. તમે જે કાંઇ કરશો તેમાં નિષ્ફળતા તથા આફતો આવશે. અંતે તમે થોડાજ સમયમાં નાશ પામશો. કારણ કે તમે દુષ્ટકર્મો કરીને યહોવાને છોડી દીધા છે.

Deuteronomy 28 illustration - Deuteronomy Chapter 28

21અને તમે જે દેશનો કબજો લેવા જઈ રહ્યા છો ત્યાં યહોવા તમાંરામાં રોગચાળો મોકલશે, જેમાં તમે બધા સમાંપ્ત થઈ જશો,

22યહોવા તમને ઘાસણી, જવર, સોજા, દુકાળ, લૂ અને ગેરુના ભોગ બનાવશે. એ આફતો તમાંરો પીછો છોડશે નહિ અને અંતે તમાંરો નાશ થશે.

23તમાંરા માંથા ઉપરનું આકાશ તાંબાના તવા જેવું અને નીચેની ધરતી લોખંડ જેવી બની જશે.

24યહોવા તમાંરી ધરતી પર પાણીની જગ્યાએ ધૂળ અને રેતીનો વરસાદ વરસાવશે, વરસાદની અછતને કારણે તમાંરો નાશ થશે.

25“યહોવા તમાંરા દુશ્મનોથી તમાંરો પરાજય કરાવડાવશે. તમે એક દિશામાંથી તેમના ઉપર હુમલો કરશો પરંતુ તમે તેમનાથી સાત જુદી દિશાઓમાં ભારે ગુંચવાઇને ભાગી જશો. સમગ્ર પૃથ્વીનાં રાજયો તમાંરી દશા જોઈને ભયભીત થઇ જશે.

Deuteronomy 28 illustration - Deuteronomy Chapter 28

26આકાશમાં ઊડતાં પંખીઓ અને જંગલનાં પ્રાણીઓ તમાંરાં મૃતદેહને ખાવા આવશે; અને તેમને હાંકનાર કોઈ નહિ હોય.

27“યહોવા તમાંરા ઉપર મિસરમાં થતાં ગૂમડાં, ગાંઠો, પરુ અને ખૂજલીનો રોગ મોકલશે, કોઈ દવાની અસર તેના પર થશે નહિ. અને કોઈ તેને મટાડી શકશે નહિ.

28યહોવા તમને ગાંડા, આંધળા બનાવશે અને બીજા માંનસિક રોગો આપશે;

29જેથી તમે કોઈ આંધળો ધોળે દહાડે અંધારામાં ફાંફાં માંરે તેમ તમે ફાંફાં માંરશો છતાં તમને રસ્તો જડશે નહિ, સતત તમાંરું શોષણ થશે, તમે લૂંટાશો છતાં કોઈ તમને આવીને બચાવશે નહિ.

30“તમાંરા વિવાહ કોઈ સ્ત્રી સાથે થશે, પરંતુ તેનો ઉપભોગ બીજો પુરુષ કરશે; તમે તમાંરા માંટે ઘર બાંધશો છતાં પણ તમે તેમાં રહેવા પામશો નહિ. દ્રાક્ષની વાડીઓ તમે કરશો પરંતુ તેનાં ફળ તમે ચાખી શકશો નહિ.

Deuteronomy 28 illustration - Deuteronomy Chapter 28

31તમાંરાં ઢોરને તમાંરી આંખો સામે કાપવામાં આવશે, પણ તેનું માંસ તમે ખાવા પામશો નહિ, તમાંરી નજર સામે તમાંરો ગધેડો ચોરાઈ જશે પરંતુ તે તમને પાછો મળશે નહિ. વળી તમાંરા ઘેટા બકરાં તમાંરા શત્રુઓ ઉઠાવી જશે છતાં કોઈ તમાંરી મદદે આવશે નહિ.

32“તમાંરા પુત્ર-પુત્રીઓને તમાંરાં દેખતાં પરદેશીઓ ઉપાડી જશે, અને રોજ તમે તેમને શોધશો પણ તેઓ તમને મળશે નહિ, પણ તમે કાંઈ મદદ કરી શકશો નહિ.

33“કોઈ અજ્ઞાત પ્રજા જ તમાંરા દેશ અને તમાંરી મહેનતનાં ફળ ભોગવશે, અને તમાંરે ભાગે તો હંમેશા શોષણ અને પીડા જ રહેશે.

34તમાંરી આજુબાજુ આ બધી દુ:ખદ ઘટનાઓ બનતી જોઇને તમાંરું માંથું ફટકી જશે.

35યહોવા, તમને પગે અને ઘૂંટણે ગૂમડાંના ભોગ બનાવશે અને તેનો કોઈ ઉપાય હશે નહિ; અને એ ગૂમડાં પગથી માંથા સુધી પ્રસરી જશે.

Deuteronomy 28 illustration - Deuteronomy Chapter 28

36“યહોવા તમને અને તમાંરા નિયુકત કરેલા રાજાને વિદેશી પ્રજા વચ્ચે દેશવટે લઈ જશે કે જેનો તમે અને તમાંરા પિતૃઓએ કદીય વિચાર કર્યો નહિ હોય અને ત્યાં તમે લાકડાના અને પથ્થરના બનાવેલા બીજા જ દેવોની પૂજા કરશો.

37યહોવા તમને જે દેશોમાં મોકલશે ત્યાં તમને થતી ખરાબ ચીજોથી લોકોને આઘાત લાગશે. તેઓ તમાંરા પર હસશે અને તમાંરા વિષે ખરાબ બોલશે.

38“તમે પુષ્કળ બી વાવશો પણ લણશો ઓછું. કારણ કે, તમાંરો બધો પાક તીડો ખાઈ જશે.

39તમે દ્રાક્ષાવાડીઓ રોપશો, કાળજીપૂર્વક કેળવશો, છતાં તમે તેની દ્રાક્ષ ખાવા કે દ્રાક્ષારસ પીવા પામશો નહિ, કારણ કે જંતુઓ દ્રાક્ષોને ખાઈ જશે.

40તમાંરી જમીનમાં જૈતૂનનાં વૃક્ષો ઠેર ઠેર ઊગશે પણ તમે તમાંરે શરીરે તેનું તેલ ચોળવા નહિ પામો. કારણ કે, ફળો પાકે તે પહેલાં જ વૃક્ષો પરથી નીચે ખરી પડશે.

Deuteronomy 28 illustration - Deuteronomy Chapter 28

41તમને પુત્ર-પુત્રીઓ પ્રાપ્ત થશે પણ તે તમાંરાં નહિ રહે, કારણ કે તમાંરી પાસેથી લઈ લેવાશે અને તેઓ ગુલામો બનશે.

42તમાંરા દ્રાક્ષાવેલાઓનો, વૃક્ષોનો તથા ખેતીની બધી પેદાશનો તીડો નાશ કરશે.

43તમાંરી વચ્ચે રહેતા વિદેશીઓની ઉત્તરોત્તર પ્રગતિ થશે. તેઓ ધનવાન બનશે અને તમે ઉત્તરોત્તર પડતી થવાથી ગરીબ બનશો.

44તેઓ તમાંરા લેણદાર બનશે. તમે તે લોકોના લેણદાર નહિ બનો, તેઓ ઉપર રહેશે અને તમે નીચે રહેશો.’

45“આ બધાં શ્રાપો તમાંરા પર ઊતરશે; તમાંરો પીછો પકડશે અને અંતે તમે નાશ પામશો-કારણ કે તમે તમાંરા દેવ યહોવાની વાણી સાંભળવા ના પાડો છો, તેમણે જણાવેલી આજ્ઞાઓનું પાલન તમે કર્યુ નથી,

Deuteronomy 28 illustration - Deuteronomy Chapter 28

46વળી એ ચેતવણીરૂપ શ્રાપો તમાંરા પાપના પુરાવા રૂપ બનશે અને તમાંરા તથા તમાંરા વંશજો પર કાયમ રહેશે.

47“જયારે તમાંરી પાસે યહોવાએ આપેલી વસ્તુઓ જોઈએ તેટલી હતી ત્યારે તમે પ્રસન્નચિત્તે આનંદપૂર્વક તમાંરા દેવ યહોવાની સેવા કરી ન્હોતી,

48તેથી તમે તમાંરા દુશ્મનોના ગુલામ બની જશો. યહોવા તમાંરા દુશ્મનોને તમાંરી વિરુદ્ધ લાવશે અને તમે ભૂખ્યા, તરસ્યા અને નગ્ન રહેશો અને પ્રત્યેક વસ્તુની અછત અનુભવશો. તેઓ તમાંરી ડોક પર લોખંડી ઝૂંસરી લાદશે અને છેવટે તમે મોતને ભેટશો.

49“યહોવા, તમે જેની ભાષા સમજતા નથી એવી દૂર દેશની પ્રજાને તમાંરી ઉપર ચઢાઈ કરીને ગરૂડની જેમ તરાપ માંરવા મોકલશે.

50એ પ્રજાના માંણસો યુવાન કે વૃદ્વ પર જરાય દયા દાખવશે નહિ, કારણ કે તેઓ અતિ હિંસક અને ક્રોધી છે.

Deuteronomy 28 illustration - Deuteronomy Chapter 28

51જ્યાં સુધી તમાંરો નાશ ન થઇ જાય ત્યાં સુધી તેઓ તમાંરા ઢોરઢાંખર અને પાક લઇ જશે. તમાંરું અનાજ, નવો દ્રાક્ષારસ, જૈતતેલ, વાછરડાં, ઘેટાં બચશે નહિ, પરિણામે તમે મોત ભેગા થઈ જશો.

52“તમાંરા દેવ યહોવા તમને જે ભૂમિ આપે છે તેમાંના બધાં નગરોને તેઓ ઘેરો ઘાલશે અને અંતે જે કોટો પર તમે સુરક્ષા માંટે આધાર રાખો છો, તે ઊંચા અને અભેધ કોટોને ભોંયભેંગા કરી નાખશે.

53તે આફતના દિવસોમાં જ્યારે તમાંરા શહેરો પર દુશ્મનો ઘેરો ઘાલશે, કોઇ પણ ખાદ્ય સામગીર્ શહેરોની અંદર આવવા નહિ દે ત્યારે તમે યહોવા તમાંરા દેવે આપેલા તમાંરા પોતાના દીકરાનું અને દીકરીઓનું માંસ ખાશો.

54“તમાંરામાંનો અતિ કોમળ હૃદયનો નમ્ર વ્યકિત પણ તેના ભાઈ પ્રત્યે, વહાલી પત્ની પ્રત્યે અને હજીયે જીવતાં રહેલાં તેનાં સંતાનો પ્રત્યે નિષ્ઠુર બનશે.

55તે પોતાના જ સંતાનનું માંસ ખાશે પણ કુટુંબના અન્ય સભ્યને તેમાંથી ભાગ આપવાની ના પાડી દેશે. તમાંરા દુશ્મનો તમાંરા શહેરોને ઘેરી લેશે અને તમને ખોરાક વિના તરફડાવશે ત્યારે તે આમ કરશે.

Deuteronomy 28 illustration - Deuteronomy Chapter 28

56“તમાંરામાંની અતિ કોમળ, અને નમ્ર સ્ત્રી, કે જેણે ધરતી પર પગ મૂક્યો નથી, તે પણ પોતાના પતિ જેને તે પ્રેમ કરે છે અને તેના પુત્ર અને પુત્રી સાથે ક્રૂર બનશે.

57તે પોતાના તાજા જન્મેલા બાળકને તેઓથી છુપાવશે અને બાળકના જન્મ વખતે તેના શરીરમાંથી નીકળતા દ્રવ્યો અને તે બાળક તે પોતે ખાઈ જશે. તમાંરા દુશ્મનો તમાંરા શહેરોને ધેરે, અને તમે ખોરાક વિના તરફડો ત્યારે તેણી આમ કરશે.

58“આ પુસ્તકમાં નિયમના લખેલ એકેએક શબ્દો તમે નહિ પાળો અને તમાંરા દેવ યહોવાના મહિમાંવંત અને ભયજનક નામનો નકાર કરશો,

59તો યહોવા તમને અને તમાંરા વંશજોને ભયંકર આફતો અને ખતરનાક અને અસાધ્ય રોગો આપશે.

60યહોવા તમાંરા ઉપર મિસરમાં પ્રચલિત અસાધ્ય રોગો મોકલશે જેનાથી તમે ગભરાતા હતા અને તમને આ રોગો લાગુ પડશે.

Deuteronomy 28 illustration - Deuteronomy Chapter 28

61ઉપરાંત, તે તમને આ સંહિતામાં ન ગણાવેલા બીજા બધા રોગો અને મરકીઓનો ભોગ બનાવશે અને અંતે તમે હતા ન હતા થઈ જશો.

62તમે સંખ્યામાં આકાશના તારાની જેમ ગણ્યા ગણાય નહિ એટલા બધા હોવા છતાં દેવ યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાને કારણે તમાંરામાંના બહુ જ થોડા બચી જશે.

63“જે રીતે યહોવાએ તમાંરા પર પ્રસન્ન થઈને તમાંરા માંટે અદભૂત કાર્યો કર્યા અને તમાંરી વંશવૃદ્ધિ પણ કરી તેટલી જ પ્રસન્નતા તેમને તમાંરો નાશ કરવામાં તેમ જ તમાંરું નિકંદન કાઢવામાં થશે. તમે જે પ્રદેશમાં દાખલ થાઓ છો તે પ્રદેશમાંથી તમને ઉખેડી નાખવામાં આવશે.

64યહોવા તમને પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધીના બધા રાષ્ટોમાં વેરવિખેર કરી નાખશે. અને ન કે તમે અથવા તમાંરા પિતૃઓ જેને જાણતા ન હતા તેવા, લાકડાં તથા પથ્થરમાંથી બનાવેલા દેવોનું પૂજન કરશો.

65“ત્યાં તે રાષ્ટોમાં તમને નહિ મળે શાંતિ કે નહિ મળે આરામ કરવાની કોઇ જગ્યા. ત્યાં યહોવા તમને ચિંતા, નિરાશા અને વિષાદથી ભરી દેશે. તમે સતત ભયને કારણે અધ્ધર રહેશો.

Deuteronomy 28 illustration - Deuteronomy Chapter 28

66તમાંરું જીવન ભયભીત જ રહેશે. રાતદિવસ તમે ભયમાં જ જીવશો. સવારનો પ્રકાશ તમે જોવા પામશો કે નહિ તેનો પણ વિશ્વાસ તમને નહિ હોય.

67તમાંરા હૃદયમાં એવો ભય વ્યાપી જશે અને તમે એવાં દૃશ્યો જોશો કે દરરોજ સવારે તમે ઇચ્છશો કે ‘સાંજ પડે તો કેવું સારું!’ અને પ્રત્યેક સાંજે ઈચ્છશો કે ‘સવાર થાય તો કેવું સારું!’

68યહોવાએ તમને વચન આપ્યું હતું કે તમાંરે મિસર પાછા જવાની જરૂર નહિ પડે, પરંતુ હવે યહોવા જાતે જ તમને વહાણોમાં બેસાડી મિસર પાછા મોકલી આપશે. ત્યાં તમે તમાંરી જાતને તમાંરા દુશ્મનોને ગુલામ તરીકે વેચવા તૈયાર થશો, છતાંય ત્યાં તમને ખરીદનાર કોઈ નહિ હોય.”

Chapter Complete

You have read Deuteronomy 28

68 verses