Lumina
Deuteronomy

Laws of the Assembly

Deuteronomy 23·Gujarati Bible

1“જો કોઈ વ્યકિતના વૃષણ ઘાયલ થયા હોય અથવા જેની જનેન્દ્રિય કાપી નાખવામાં આવી હોય, તેને યહોવાની સભામાં દાખલ થવા દેવો નહિ.

2વ્યભિચારથી જન્મેલ પોતે તથા તેની દશ પેઢી સુધી તેના કોઈ પણ વંશજને પણ યહોવાની સભામાં દાખલ ન કરવો.

3“કોઇ આમ્મોનીને કે મોઆબીને અથવા દશ પેઢીના તેમના કોઈ પણ વંશજને યહોવાની ઉપાસના માંટેની સભામાં દાખલ ન કરવાં;

4આ નિયમનું કારણ છે કે જયારે તમે મિસરમાંથી બહાર આવ્યા, ત્યારે આ પ્રજાએ પાણી અને રોટલી લઈને માંર્ગમાં તમને આવકાર પણ આપ્યો નહિ. વળી તમને શ્રાપ આપવા તેઓએ અરામનાહરાઈમના પથોરથી બયોરના પુત્ર બલામને પૈસાની લાલચ આપી બો લાવ્યો.

5પરંતુ તમાંરા દેવ યહોવાએ બલામની વાત સાંભળી નહિ અને તેના શાપને પણ આશીર્વાદમાં ફેરવી નાખ્યો કારણકે તમાંરા દેવ યહોવાને તમાંરા પર પ્રેમ હતો.

Deuteronomy 23 illustration - Deuteronomy Chapter 23

6તમે જીવનભર આમ્મોનીઓ અને મોઆબીઓની સાથે શંાતિ જાળવશો નહિ.

7“પરંતુ અદોમીઓ અને મિસરવાસીઓ પ્રત્યે એવો વ્યવહાર રાખશો નહિ; અદોમીઓ તમાંરા ભાઈઓ છે અને મિસરવાસીઓ વચ્ચે તમે રહ્યા છો.

8તેઓના વંશજોની ત્રીજી પેઢી એટલે કે અદોમીઓ અને મિસરવાસીઓના પૌત્રો-પ્રપૌત્રો યહોવાની ઉપાસના કરવા એકઠી થયેલી સભામાં જોડાઇ શકે.

9“જયારે તમે કોઈ દુશ્મન સાથે યુદ્ધના સમયે છાવણીમાં રહેતા હોય ત્યારે દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.

10જો તમાંરામાંથી કોઈ વ્યકિત રાત્રે વીર્યપાત થવાથી અશુદ્વ થયો હોય તો તેણે છાવણીમાંથી બહાર ચાલ્યા જવું અને સાંજ સુધી અંદર પાછા ન ફરવું.

Deuteronomy 23 illustration - Deuteronomy Chapter 23

11સાંજે સૂર્યાસ્ત પછી તેણે સ્નાન કરવું અને તે પછી છાવણીમાં પાછા આવવું.

12“કુદરતી હાજત માંટેનો વિસ્તાર છાવણીની બહાર હોવો જોઈએ.

13કુદરતી હાજતે જતી વખતે સાથે પાવડો રાખવો, અને દર વખતે તમાંરે ખાડો ખોદીને મળને માંટી વડે ઢાંકી દેવો.

14“તમાંરા દેવ યહોવા તમાંરું રક્ષણ કરવા તથા દુશ્મનોથી તમને ઉગારવા છાવણીમાં ફરે છે. માંટે તમાંરે છાવણીને શુદ્વ રાખવી. તમાંરી છાવણીમાં કોઈ અશુદ્વ વસ્તુ એમની નજરે ચડવી જોઈએ નહિ, નહિ તો તે તમાંરો ત્યાગ કરશે.

15“કોઈ ગુલામ તેના માંલિકને છોડીને રક્ષણ માંટે તમાંરી પાસે ભાગીને આવે તો તેને પાછો ન મોકલો.

Deuteronomy 23 illustration - Deuteronomy Chapter 23

16તમાંરા નગરોમાંથી એને જયાં ગમે ત્યાં રહેવા દેવો, અને તમાંરે તેને રંજાડવો નહિ.

17“મંદિરમાં કામ કરતી કોઈ પણ ઇસ્રાએલી વ્યકિત વારાંગનાવૃતિ આચરશે નહિ.

18દેવદાસ કે દેવદાસીના વારાંગનાવૃતિથી થતી કમાંણીના પૈસા કોઇપણ કારણે દેવ યહોવાના પવિત્રસ્થાનમાં લાવવા નહિ; કારણ કે, વારાંગનાવૃતિને તમાંરા દેવ યહોવા ધિક્કારે છે. તે પૈસાને યહોવાને કરેલા કોઇ પણ સમની કિંમત ભરવા ન વાપરવા.

19“તમે તમાંરા ઇસ્રાએલી જાતિબંધુને નાણાં, અનાજ કે બીજું કાંઈ ધીરો ત્યારે તેના પર વ્યાજ લેવું નહિ.

20પરંતુ તમે જો કોઈ વિદેશીને કંઈ ધીરો તો તેના પર વ્યાજ લઈ શકો છો, પણ તમાંરા ઇસ્રાએલી જાતિબંધુ પાસે વ્યાજ લેવું નહિ, તેથી તમાંરા દેવ યહોવા તમને, તમે જે ભૂમિમાં પ્રવેશ કરનાર છો તેમાં બધાં કાર્યોમાં લાભ આપશે.

Deuteronomy 23 illustration - Deuteronomy Chapter 23

21“જો તમે તમાંરા દેવ યહોવાની કોઈ બાબત માંટે બાધા રાખી હોય તો તે પૂર્ણ કરાવામાં વિલંબ ન કરો, કારણ કે બાધા કે પ્રતિજ્ઞા માંટે યહોવા તમને જ જવાબદાર ગણશે.

22પ્રતિજ્ઞા કે બાધા ન લેવી એ કોઈ પાપ નથી.

23પરંતુ જો તમે સ્વેચ્છાએ તમાંરે માંથે તમાંરા દેવ યહોવાની બાધા રાખો તો પછી તમાંરે તે પૂર્ણ કરવી જ રહી.

24“જયારે તમે બીજાની દ્રાક્ષની વાડીમાંથી પસાર થતાં હોય ત્યારે જોઈએ તેટલી દ્રાક્ષ ધરાઈને ખાઈ શકો છો, પરંતુ કોઈ પાત્રમાં ભરીને તમે લઈ જાઓ નહિ,

25તેવું જ બીજાના ખેતરમાંના અનાજ સંબંધી છે. કોઈના ઊભા પાકમાં થઈને પસાર થતાં તમે હાથ વડે કણસલાં તોડીને એકાદ મુઠ્ઠી અનાજ ખાઈ શકો પણ તેના પાકને દાંતરડા વડે કાપી શકો નહિ.

Chapter Complete

You have read Deuteronomy 23

25 verses