Lumina
Deuteronomy

Clean and Unclean Foods

Deuteronomy 14·Gujarati Bible

1“તમે તમાંરા દેવ યહોવાનાં સંતાન છો તેથી મૃત મનુષ્યનો શોક પાળવા માંટે તમાંરા પોતાના પર કાપા ન કરવા, વળી દફનક્રિયા માંટે તમાંરા માંથાના આગળના ભાગનું મૂંડન ન કરાવુ.

2તમે દેવ યહોવાને સંર્પૂણ સમપિર્ત થયેલ પ્રજા છો અને યહોવાએ બધી પ્રજાઓમાંથી તમને પસંદ કરીને પોતાની ખાસ પ્રજા તરીકે અપનાવ્યા છે.

3“યહોવાએ નિયમપ્રમૅંણે જેનો નિષેધ કર્યો છે એવું કશું અશુદ્વ તમાંરે ખાવું નહિ.

4તમે આટલાં પ્રૅંણીઓનો આહાર તરીકે ઉપયોગ કરી શકો: બળદ, ઘેટાં, બકરાં,

5પણ હરણ, સાબર, કાળિયાર, રાની બકરાં, પર્વતીય બકરીઓ તથા રાની ઘેટાં,

Deuteronomy 14 illustration - Deuteronomy Chapter 14

6જે કોઈ પ્રૅંણીની ખરી ફાટેલી હોય અને તે વાગોળતું હોય તે તમે ખાઈ શકો.

7પરંતુ જો આ બંને લક્ષણ ના હોય તો તેવાં પ્રૅંણીઓ તમે ખાઈ શકો નહિ તેથી ઊટ, સસલું કે ઘોરખોદિંયુ (શાફાન) ખાવા માંટે નિષેધ છે. તેઓ વાગોળે છે ખરાં પણ તેઓની ખરી ફાટેલી નથી હોતી.

8વળી ડુક્કરની ખરી ફાટેલી હોય છે પણ તે વાગોળતું નથી એટલે તે ખાવા માંટે નિષિદ્વ છે. તમાંરે આવાં પ્રૅંણીઓનાં માંસ ખાવાં નહિ. તમાંરે તેમના મૃતદેહનો સ્પર્શ પણ કરવો નહિ.

9“જળચર પ્રૅંણીઓમાં જેમને પર અને ભિંગડાં હોય તે ખાઈ શકાય.

10પરંતુ જેમને પર કે ભિંગડાં ના હોય એ પ્રૅંણીઓ તમાંરે માંટે નિષિદ્ધ છે.

Deuteronomy 14 illustration - Deuteronomy Chapter 14

11“તમે બધાં જ શુદ્વ પક્ષીઓ ખાઈ શકો.

12તમાંરાથી ખાઈ ન શકાય તેવાં પક્ષીઓની યાદી નીચે મુજબ છે. ગરૂડ, દાઢીવાળુ ગીધ, કાળું ગીધ,

13સમડી તથા પ્રત્યેક જાતના બાજ;

14પ્રત્યેક જાતના કાગડાં;

15શાહમૃગ, ચીબરી, લાંબા કાનવાળું ઘુવડ: તથા જુદી જુદી જાતના શકરા;

Deuteronomy 14 illustration - Deuteronomy Chapter 14

16બદામી ઘુવડ, હંસ,

17ઢીંચ, ગીધ, કરઢોક;

18કોઇ પણ જાતના સારસ, છછૂંદર તથા ચામાંચીડિયું.

19“બધા પાંખવાળાં જંતુઓ તમાંરા માંટે નિષિદ્ધ છે. તમાંરે તે ખાવાં જોઈએ નહિ.

20પરંતુ તમે બધાં શુદ્વ જંતુઓ ખાઈ શકો.

Deuteronomy 14 illustration - Deuteronomy Chapter 14

21“કુદરતી રીતે મૃત્યુ પામેલ કોઈ પણ પશુપંખીનું માંસ તમાંરે ખાવું નહિ. તમાંરા ગામમાં રહેતા વિદેશીઓને ખાવા માંટે આપવું હોય તો આપવું. ભલે તે લોકો તેનો આહાર કરતાં અથવા કોઈ વિદેશીને તે વેચી શકો છો. કારણ કે તમે તો તમાંરા દેવ યહોવાની પસંદગી પામેલ છો, તમે તેમની પવિત્ર પ્રજા છો અને વળી લવારાને તમાંરે તેની માંતાના દૂધમાં ઉઢાળવું અથવા રૌંધવું નહિ.

22“પ્રતિવર્ષ તમાંરે તમાંરાં ખેતરની બધી જ ઊપજમાંથી દશમો ભાગ જુદો રાખવો,

23અને દેવે જે જગ્યા પોતાના પવિત્રસ્થાન માંટે નણ્ી કરી હોય ત્યાં તેમની સમક્ષ આ દશાંશ ખાવા માંટે લાવવો. તમે અનાજનો, દ્રાક્ષારસનો, તથા તેલનો દશમો ભાગ તેમ જ તમાંરાં ઢોરો તથા ઘેટાં બકરાંના પ્રથમજનિતને પણ ખાઈ શકો, તેથી તમે તમાંરા દેવ યહોવૅંથી હંમેશા ડરીને જીવતાં શીખશો.

24જો તમાંરા દેવ યહોવાએ તમને પુષ્કળ પાકના આશીર્વાદ આપ્યા હોય, અને યહોવાએ પોતાની ઉપાસના માંટે પસંદ કરેલું સ્થાન એટલું દૂર હોય કે તમાંરી ઉપજ દશમો ભાગ ત્યાં લઈ જઈ ન શકો,

25તો તમાંરે તે વેચીને પૈસા લઈને ઉપાસનાસ્થાને જવું.

Deuteronomy 14 illustration - Deuteronomy Chapter 14

26ત્યાં તમાંરે એ પૈસા વડે બળદ, ઘેટાં, દ્રાક્ષારસ અને સુરા તમાંરી જે ઈચ્દ્ધા હોય તે ખરીદવું અને તમાંરા દેવ યહોવા સમક્ષ તમાંરે અને તમાંરા કુટુંબે પ્રસન્નતાથી સૅંથે બેસીને ખાવું.

27તમાંરા વિસ્તારમાં વસતા લેવીઓને તમાંરે કદી ભૂલવા જોઈએ નહિ. કારણ કે, તેમને ભૂમિનો કોઈ પણ ભાગ મળેલો નથી.

28“દર ત્રીજે વષેર્ તે વર્ષની ઊપજનો દશમો ભાગ તમાંરા ગામના ચોરામાં લાવીને તમાંરે રાખવો જેથી જે લોકોને ભાગમાં ભૂમિનો કોઈ ભાગ મળ્યો નથી.

29લેવીઓ, જેઓને પોતાની કોઇ જમીન નથી તેમજ તમાંરા ગામમાં રહેતા વિદેશીઓ, વિધવાઓ અને અનૅંથો આવીને ખાઈને સંતોષ પ્રાપ્ત કરે, આમ કરશો તો તમાંરો દેવ યહોવા તમે જે કાંઈ કામ હાથમાં લેશો તેમાં તમને લાભ આપશે. અને તેમના આશીર્વાદ તમાંરા પર ઉતરશે.

Chapter Complete

You have read Deuteronomy 14

29 verses