Lumina
2Samuel

Ishbosheth Killed

2Samuel 4·Gujarati Bible

1જયારે શાઉલના પુત્ર ઇશબોશેથે સાંભળ્યું કે આબ્નેરને હેબ્રોનમાં માંરી નાખવામાં આવ્યો છે, ત્યારે તે ઘણો ગભરાઇ ગયો અને આખું ઇસ્રાએલ ભયથી ધ્રૂજી ઊઠયું.

2બે પુરુષો, લશ્કરના સેનાપતિ, શાઉલના પુત્ર ઇશબોશેથને મળવા ગયા. તેઓના નામ રેખાબ અને બાઅનાહ હતા. બએરોથના રિમ્મોનના પુત્રો હતા, તેઓ બિન્યામીનો હતા કેમકે બએરોથ બિન્યામીનના કુળસમૂહનું હતું. ઇસ્રાએલના સૈન્યની જવાબદારી સોંપીને આગેવાન બનાવ્યા, તેઓ બિન્યામીનના બએરોથ નગરના વતની અને રિમ્મોનના પુત્રો હતા, અને બિન્યામીન કુળસમૂહના હતા, બએરોથ બિન્યામીનનો ભાગ ગણાય છે.

3બએરોથના મૂળ વતનીઓ ગિત્તાઈમ ભાગી ગયા હતા અને ત્યારથી તેઓ ત્યાં જ રહેતા આવ્યા છે.

4શાઉલના પુત્ર યોનાથાન, યોનાથાનનો પુત્ર મફીબોશેથ લંગડો હતો. જ્યારે યુદ્ધમાં શાઉલ અને યોનાથાન મરી ગયા, તે સમયે તે પાંચ વરસનો હતો. જ્યારે યિઝએલથી શાઉલ અને યોનાથાનના મૃત્યુના સમાંચાર તેની આયાને મળ્યા ત્યારે ઉતાવળે તેને ઉપાડીને ભાગી નીકળી હતી, પરંતુ ભાગતી વખતે અકસ્માંતથી તેનાથી છોકરો પડી ગયો અને બન્ને પગે લંગડો થઈ ગયો.

5બએરોથી રેખાબના પુત્રો રિમોન અને બાઅનાહ શાઉલના પુત્ર ઇશબોશેથને ધરે બપોરના ગયા. ઇશબોશેથ બહુ ગરમી ને કારણે આરામ કરતો હતો.

2Samuel 4 illustration - 2Samuel Chapter 4

6રેખાબ અને બાઅનાહ ઘઉં લેવાને બહાને અંદર ગયા, ઇશબોશેથ તેના શયનખંડમાં પલંગ પર સુતો હતો.

7તેઓએ તેને છરો ભોંકી માંરી નાંખ્યો પછી તેનઁુ માંથુ કાપી નાખ્યું અને ઘરથી નાસી જતી વખતે તેને સાથે લઇને ગયા. તેઓએ આખી રાત અરાબાહ સપાટ ભૂમિ પર પ્રવાસ કર્યો અને હેબ્રોન પહોચ્યા.

8પછી રાજા દાઉદને મળવા ગયા અને તેની સમક્ષ ઇશબોશેથનું મસ્તક રજૂ કરીને કહ્યું, “જુઓ ! તમને માંરી નાખવાનો પ્રયત્ન કરનાર તમાંરા દુશ્મન શાઉલના પુત્ર ઇશબોશેથનું આ મસ્તક તમાંરે માંટે લાવ્યંા છીએ. આજે યહોવાએ માંરા પ્રભુ રાજાનું વેર શાઉલ અને તેના કુળ ઉપર વાળ્યું છે.”

9દાઉદે રિમ્મોનના પુત્રોને રેખાબ અને તેના ભાઈ બાઅનાહને ઉત્તર આપ્યો, “મને તમાંમ સંકટોમાંથી ઉગારનાર યહોવાના સમ ખાઈને હું કહું છું.

10જે માંણસ મને શાઉલના મૃત્યુના સમાંચાર આપવા આવ્યો હતો, તે પોતે સમજતો હતો કે તે માંરા માંટે સારા સમાંચાર લાવ્યો છે અને હું તેને ઇનામ આપીશ. પણ મે તેને પકડીને સિકલાગમાં માંરી નાખ્યો.

2Samuel 4 illustration - 2Samuel Chapter 4

11તેથી હવે માંરે તમને બન્ને દુષ્ટોને માંરી નાખવા જોઇએ, કેમકે તમે એક નિદોર્ષ માંણસને એના શયનખંડમાં પથારી પર માંરી નાખ્યો છે. હવે હું તેનુ લોહી તમાંરા હાથોમાંથી માંગું છું અને હું તમને ધરતી પરથી રવાના કરીશ!

12દાઉદે પોતાના યુવાનોને હુકમ કર્યો, એટલે તેમણે રેખાબ અનેે બાઅનાહને માંરી નાખ્યા. અને તેમના હાથપગ કાપી નાખીને હેબ્રોનના તળાવ પાસે લટકાવ્યા. તેમણે હેબ્રોનમાં આવેલી આબ્નેરની કબરમાં ઇશબોશેથનું માંથું દાટી દીધું.

Chapter Complete

You have read 2Samuel 4

12 verses