Lumina
2Samuel

David's Song of Deliverance

2Samuel 22·Gujarati Bible

1યહોવાએ દાઉદને તેના સર્વ શત્રુઓના અને શાઉલના હાથમાંથી ઉગારી લીધો ત્યારે તેણે આ પ્રમાંણે યહોવાનાં ગુણગાન ગાયાં;

2“યહોવા માંરો ખડકછે. તે માંરો કદી નિષ્ફળ ન જાય એવો આશરો છે, તે માંરૂં છુપાવાનું સ્થળ છે, માંરું શરણ છે.

3ઓ માંરા દેવ ખડક, હું એમની શરણ લઉં છું તે માંરી ઢાલ છે તથા માંરા તારણનું શિંગ; માંરો ઊંચો બુરજ તથા આશ્રય સ્થાન છે.

4યહોવા જે સ્તુતિપાત્ર છે, તેને હું હાંક માંરીશ; એમ હું માંરા શત્રુઓથી બચી જઇશ.

5માંરા ઉપર મોતનાં મોજાં ચારેબાજુથી ફરી વળ્યાં હતાં, અને તે પૂરે મને બીવડાળ્યો અને મને મોતના સ્થળે ઘસડી રહ્યું હતું.

2Samuel 22 illustration - 2Samuel Chapter 22

6કબરનાં દોરડાએ મને ઘેરી લીધો હતો:, મૃત્યુની જાળ માંરી સામે મૂકવામાં આવી હતી.

7મેં સંકટ સમયે યહોવાને પોકાર કર્યો, માંરા દેવને મેં પોકાર કર્યો; યહોવાએ પોતાના મંદિરમાં સાદ સાંભળ્યો; અને માંરી અરજ તેને કાને પહોચી.

8પૃથ્વી હાલી અને કાંપી ઊઠી, આકાશોના પાયા ધ્રૂજયા; કારણ કે યહોવા ગુસ્સે થયા હતાં.

9તેના નાકમાંથી ધૂમાંડો બહાર કાઢે છે, દેવના મુખમાંથી જવાળાઓ બહાર આવે છે અને તે થી કોલસાં સળગે છે.

10દેવ આકાશ ફાડીને નીચે ઉતરી આવ્યંા, અને તે અંધકારમય ગાઢવાદળ પર ઉભા રહ્યાં.

2Samuel 22 illustration - 2Samuel Chapter 22

11યહોવા કરૂબ દેવદૂત પર બેઠા અને ઊડ્યાં, તેઓ પવનની પાંખો ઉપર ચઢીને ઊડ્યાં.

12દેવે કાળા વાદળો તંબૂની જેમ પોતાની આસપાસ વીંટાળ્યાં. તેમણે જળ એકઠું કરી અને ગાઢા ગર્જતા વાદળોમાં આસપાસ અંધકારનું રૂપાંતર કર્યું .

13તેમની સામે રહેલા પ્રકાશમાંથી અગ્નિના કોલસા સળગ્યા.

14યહોવાએ ત્રાડ પાડી, પરાત્પર દેવે પોતાનો અવાજ સંભળાવ્યો.

15યહોવાએ વિજળીની જેમ બાણ છોડ્યા અને શત્રુઓને વિખેરી નાખ્યા. તેઓ અસ્વસ્થ બની ભાગી ગયા.

2Samuel 22 illustration - 2Samuel Chapter 22

16યહોવા ભારપૂર્વક બોલ્યા, જાણે એના નાક તણા ફૂંફાડે; પવન તેમના મોઢામાંથી બહાર ફૂંકાયો, સાગરનાં પાણી પાછા ઠેલાયા, સાગરના તળિયાં દેખાવા લાગ્યા, પૃથ્વીના પાયા હચમચી ગયા.

17તેમણે ઉપરથી હાથ લંબાવી ને મને બચાવ્યો; તેમણે મને મુશ્કેલીરૂપી ઊંડા પાણીમાંથી મજબૂત રીતે પકડી અને બહાર કાઢયો.

18મને શકિતશાળી શત્રુઓથી ઉગાર્યો, માંરા શત્રુઓ માંરાથી બળવાન હતા, તેમનાથી બચાવ્યો.

19અણધારી આફત માંરા ઉપર આવી, અને માંરા પર શત્રુઓએ હુમલો કર્યો.

20યહોવાએ મને આધાર આપ્યો, અને ભયમાંથી મને ઉગાર્યો; તેઓ માંરા પર પ્રસન્ન હતા, તેથી માંરા જીવનનો ઉદ્ધાર કર્યો.

2Samuel 22 illustration - 2Samuel Chapter 22

21હું જે સાચું છે તે કરું છું અને કાંઇ ખોટું કર્યુ નથી. મને યહોવા પાસેથી હંમેશા માંરા કર્મ પ્રમાંણે બદલો મળે છે.

22હું યહોવાના માંર્ગ પર સદા ચાલ્યો છું, દેવથી વિમુખ થઈ કશું ભૂડું કર્યું નથી.

23મેં સાચા હૃદયથી સદા તેમના આદેશનું પાલન કર્યુ છે.

24હું નિદોર્ષ છું ને પોતાને દેવ સન્મુખ, પાપથી દૂર રાખ્યો છે.

25તેથી દેવે માંરી સચ્ચાઇ પ્રમાંણે મને બદલો આપ્યો, એમની દ્રષ્ટિમાં મેં કોઇ ખોટું કામ કર્યુ નથી.

2Samuel 22 illustration - 2Samuel Chapter 22

26ભલાની સાથે તમે ભલા બનો છો, ને સાત્ત્વિક સાથે તમે સાત્ત્વિક છો.

27જેઓ સીધા છે તેમની સાથે તમે સીધા રહો છો, પણ મહાપ્રપંચી લોકોની ચાલાકી પણ નકામી થઇ જાય છે.

28નિર્બળ અને ગરીબોને તમે મદદ કરો છો, ને ગવિર્ષ્ઠોને તમે શરમિંદા બનાવો છો.

29હે યહોવા, તમે જ માંરા દીપક છો, તમે જ માંરા જીવનનો અંધકાર દૂર કરો છો.

30યહોવા, આપની મદદથી હું સૈનિકો સાથે દોડી શકું છું, દેવની મદદથી હું દુશ્મનોની દીવાલો કૂદીને જઇ શકું છું.

2Samuel 22 illustration - 2Samuel Chapter 22

31દેવનો માંર્ગ સંપૂર્ણ ર્છ, દેવની વાણી સત્ય છે; જે કોઈ તેમનામાં વિશ્વાસ રાખે છે, તેનુ હંમેશા રક્ષણ થશે.

32એકલા યહોવા આપણા એક માંત્ર દેવ, ને એ જ આપણા તારણહાર છે.

33દેવ એ માંરો મજબૂત ગઢ છે, તે સારા લોકોને તેમને માંર્ગે ચાલવામાં મદદ કરે છે.

34યહોવા માંરા પગોને હરણના પગ જેવા તેજ ગતિના બનાવે છે,અને ઊચા શિખરો પર સ્થિર પગલે ફેરવે છે.

35યહોવા મને યુદ્ધનું પ્રશિક્ષણ આપે છે, અને માંરા ભુજો પિત્તળના ધનુષ્યને ખેચી શકે છે.

2Samuel 22 illustration - 2Samuel Chapter 22

36યહોવા તમે માંરું રક્ષણ કર્યુ છે, અને મને વિજયી બનાવ્યો છે. અને તમાંરી મદદે મને મહાન બનાવ્યો છે.

37યહોવા માંરા પગો અને પગની ઘંૂટીઓને આપ મજબૂત કરો, જેથી હું લથડ્યા વગર ચાલી શકું.

38હું માંરા શત્રુઓ પાછળ જઇશ અને તેઓનો નાશ કરીશ; જયંા સુધી હું તેઓ સવેર્નો નાશ નહિ કરું ત્યાં સુધી હું ફરીશ નહિ.

39મેં માંરા શત્રુઓનો નાશ કર્યો છે, મેં તેઓનો સંપૂર્ણ પણે નાશ કર્યો છે. તેઓ પાછા ઊભા થઇ શકશે નહિ, તેઓ અહીં માંરા પગ નીચે પડ્યાં છે.

40દેવ તમે મને યુદ્ધ માંટે શકિતશાળી બનાવ્યોે, અને તમે માંરા શત્રુઓને હરાવ્યાં.

2Samuel 22 illustration - 2Samuel Chapter 22

41તમે માંરા શત્રુઓને ભગાડ્યા છે અત: હું તેઓને હરાવી શકુ છું.

42તેઓએ પરિણામ વગર મદદ મેળવવા પ્રયત્નો કર્યા, તેઓ યહોવા પાસે પણ મદદ માંટે ગયા. પરંતુ તેમણે તેઓને પ્રત્યુત્તર આપ્યો નહિ.

43મેં માંરા શત્રુઓને માંરીને ટૂકડાં કરી નાખ્યા હતા. તેઓ રસ્તાની ધૂળ જેવા થઇ ગયંા હતાં. હું તેઓ પર, જાણે તેઓ ધૂળ હોય તેમ ચાલ્યો.

44જ્યારે માંરા લોકોએ માંરી સામે બળવો કર્યો ત્યારે તમે મને બચાવ્યો અને માંરી રક્ષા કરવા આવ્યા. તમે મને દેશનો રાજકર્તા બનાવ્યો. જે લોકોને હું કદી જાણતો પણ ન હતો, હવે માંરી સેવા કરે છે.

45બીજા દેશના લોકો માંરી આજ્ઞાનું પાલન કરે છે. તેઓ જ્યારે માંરો હુકમ સાંભળે છે કે તરત તેઓ માંરા હુકમ મુજબ વર્તવા તૈયાર થઇ જાય છે.

2Samuel 22 illustration - 2Samuel Chapter 22

46અન્ય દેશોના લોકો ભયભીત થશે, તેઓ પોતાના છૂપાવાના સ્થાનોથી ભયથી થરથર ધ્રૂજતા બહાર આવશે.

47યહોવા જીવંત છે, હું ખડકની પ્રશંસા કરૂં છું. દેવ મહાન છે તે એક ખડક છે જે માંરું તારણ કરે છે.

48દેવે માંરા માંટે થઇને માંરા દુશ્મનો ઉપર વેર વાળ્યું, તેમણે દેશોને અંકુશમાં રાખવાની સત્તા મને આપી છે.

49માંરા દુશ્મનોથી મને છોડાવે છે; ને માંરા વિરોધીઓ સામે માંરું મસ્તક ઊંચું રાખે છે; ને હિંસાથી તે માંરું સદા રક્ષણ કરે છે.

50એ માંટે હે યહોવા, હું હંમેશા આપનો આભાર માંનીશ. હું દેશોમાં હંમેશા તમાંરી સ્તુતિ કરીશ. અને તમાંરા નામનાં સ્તોત્રો ગાઈશ.

2Samuel 22 illustration - 2Samuel Chapter 22

51યહોવા તેના રાજાને ઘણા યુદ્ધોમાં વિજયો અપાવવામાં મદદ કરે છે. યહોવા તેમના પસંદ કરેલા રાજાને સાચો પ્રેમ અને દયા દર્શાવે છે. દેવ દાઉદ અને તેનાં વંશજો પ્રત્યે, સદાકાળને માંટે કર્તવ્ય પાલન કરેે છે.

Chapter Complete

You have read 2Samuel 22

51 verses