Lumina
2Kings

War with Moab

2Kings 3·Gujarati Bible

1યહૂદાના રાજા યહોશાફાટના શાસન દરમ્યાન અઢારમાં વષેર્ આહાબનો પુત્ર યહોરામ સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો, અને તેણે બાર વર્ષ રાજય કર્યુ.

2તેણે યહોવાને નારાજ કરે તેવો કામો કાર્યા હતા, જો કે તેના કાર્યો એ છેક એના માંતા પિતાના કાર્યો જેવા નહોતા, કારણ, એણે એના પિતાએ ઊભુ કરેલુ બઆલનું પૂતળું પૂજાસ્થળેથી કાઢી નાખ્યુ હતું.

3તેમ છતાં તે નબાટના પુત્ર યરોબઆમ જેણે ઇસ્રાએલી લોકોને પાપ કરવા માંટે પ્રોત્સાહન આપ્યું હતું -તેના પાપને વળગી રહ્યો.

4મોઆબનો રાજા મેશા ઘેટાં ઉછેરતો હતો, અને તે ઇસ્રાએલના રાજાને નિયમિત એક લાખ ઘેટાંનાં બચ્ચાં અને એક લાખ ઘેટાનું ઊન વસુલીરૂપે આપતો હતો.

5જયારે આહાબ મૃત્યુ પામ્યો ત્યારે મોઆબના રાજાએ ઇસ્રાએલના રાજા સામે બળવો કર્યો,

2Kings 3 illustration - 2Kings Chapter 3

6એટલે યહોરામ રાજાએ સમરૂનથી બહાર નીકળીને ઇસ્રાએલના બધા માંણસોને યુદ્ધ માંટે ભેગા કર્યાં.

7પછી તેણે યહૂદાના રાજાને સંદેશો મોકલ્યો કે, “મોઆબના રાજાએ માંરી સામે બળવો કર્યો છે. મોઆબ પર હુમલો કરવામાં તમે મને સાથ આપશો?”તેણે જવાબ આપ્યો, “જરૂર, આપણે બે કંઈ જુદા નથી; માંરા સૈનિકો એ તમાંરા જ સૈનિકો છે, માંરા ઘોડા એ તમાંરા જ ઘોડા છે.

8તેણે પૂછયું, “આપણે હુમલો કરવા ક્યો રસ્તો લેવો જોઇએ?”યહોરામે જવાબ આપ્યો, “અદોમના રણમાંથી પસાર થતો રસ્તો.”

9આમ, ઇસ્રાએલનો રાજા યહોરામ યહૂદાના રાજા અને અદોમના રાજાને સાથે લઈ યુદ્ધે ચડયો. સાત દિવસ સુધી ચકરાવાવાળે રસ્તે કૂચ કર્યા પછી લશ્કર માંટે કે સરસામાંન ઉપાડતાં જાનવરો માંટે પાણી ખૂટી ગયું.

10ત્યારે ઇસ્રાએલનો રાજા બોલી ઊઠયો કે, “અફસોસ! યહોવાએ આપણને ત્રણ રાજાઓને મોઆબીઓના હાથમાં સોંપી દેવા માંટે જ ભેગાં કર્યા છે!”

2Kings 3 illustration - 2Kings Chapter 3

11પણ યહોશાફાટે કહ્યું, “અહીં કોઈ યહોવાનો પ્રબોધક નથી કે, જેના માંરફતે આપણે યહોવાને પ્રશ્ર્ન કરી શકીએ?”ઇસ્રાએલના રાજાના એક અમલદારે કહ્યું, “એલિશા અહીં છે, તે શાફાટનો પુત્ર હતો, જે એલિયાની સેવામાં રહેતો હતો.”

12યહૂદાના રાજાએ કહ્યું, “યહોવા તેના દ્વારા બોલે છે.” આથી ઇસ્રાએલનો રાજા, યહોશાફાટ અને અદોમનો રાજા તેની પાસે ગયા.

13પણ એલિશાએ ઇસ્રાએલના રાજાને કહ્યું કે, “માંરી પાસે તમાંરું શું છે? તમે તમાંરા માંતા પિતાના જૂઠા પ્રબોધકો પાસે જાઓ.”ઇસ્રાએલના રાજાએ તેને કહ્યું કે, “ના! યહોવાએ અમને ત્રણ રાજાઓને મોઆબીઓના હાથમાં સોંપી દેવા માંટે જ બોલાવ્યા છે!”

14એલિશાએ કહ્યું, “હું જેમની સેવા કરું છું તે સર્વસમર્થ યહોવાના સમ, યહૂદાના રાજા યહોશાફાટ પ્રત્યે મને માંન છે, તેથી જ હું તમાંરા ભણી જોઉં છું નહિ તો મેં નજર સરખી કરી ના હોત.

15હવે કોઈ વીણા વગાડનારને માંરી પાસે લઈ આવો.”અને બન્યું એવું કે જ્યારે વીણા વગાડનારે વીણા વગાડવા માંડી એટલે યહોવાની શકિત એલિશામાં આવી.

2Kings 3 illustration - 2Kings Chapter 3

16અને તે બોલ્યો, “આ યહોવાનાં શબ્દો છે: આ ખીણને ખાડાંથી ભરી દો.

17તમે બધા વરસાદ કે પવન જોવા પામશો નહિ; પણ આ કોતર પાણીથી ભરાઈ જશે. અને તેમાં તમે, તમાંરું લશ્કર અને જાનવરો માંટે પીવા પૂરતું પાણી હશે.

18પણ આ યહોવાની દ્રષ્ટિએ જાણે ઓછું હોય તેમ તે મોઆબને જ તમાંરા હાથમાં સોંપી દેશે.

19તમે તેમનાં બધાં જ સારા સારા અને કિલ્લેબંદીવાળા નગરોને ભોંયભેગા કરી નાખશો, બધાં જ સારા વૃક્ષોને કાપી નાખશો, બધાં જ ઝરણાંને પૂરી દેશો, અને પ્રત્યેક ખેતરને તેમાં પથ્થર નાખીને નકામાં બનાવી દેશો.”

20પછી ખરેખર એમ જ થયું. બીજે દિવસે સવારમાં યજ્ઞ કરવાને વખતે અદોમની દિશામાંથી પાણી વહેવા લાગ્યું અને આખો દેશ જળબંબાકાર થઈ ગયો.

2Kings 3 illustration - 2Kings Chapter 3

21જયારે મોઆબીઓને ખબર પડી કે ત્રણ રાજાઓ તેમની સાથે યુદ્ધ કરવા આવ્યા છે, ત્યારે હથિયાર ધારણ કરી શકે એવા એકે એક પુખ્ત વયના માંણસને બોલાવવામાં આવ્યો, અને સરહદ પર ગોઠવી દેવામાં આવ્યો.

22બીજે દિવસે સવારે સૂર્યના લાલ રંગનો પ્રકાશ પાણી પર પડયો એટલે મોઆબીઓને પાણી રકત જેવું દેખાયું!

23તેઓ બોલી ઊઠયા, “આ તો લોહી છે! રાજાઓ અંદર અંદર લડ્યા હોવા જોઈએ અને તેમણે એકબીજાને કાપી નાખ્યા હોવા જોઈએ. માંટે ચાલો, આપણે તેઓની છાવણીમાં જઈને લૂંટ ચલાવીએ.”

24પરંતુ જયારે મોઆબીઓ ઇસ્રાએલીની છાવણીએ આવ્યા ત્યારે ઇસ્રાએલીઓએ ઉભા થઇને મોઆબીઓની સામે હુમલો કર્યો અને પછી મોઆબીઓ ત્યાથી ભાગવા લાગ્યા. ઇસ્રાએલીઓએ મોઆબીઓને પૂર્ણ રીતે હરાવ્યા.

25તેમણે નગરોને ભોંયભેગા કરી નાખ્યાં, દરેક માંણસે એક એક પથ્થર નાખીને દરેક ખેતરને પથ્થરથી ભરી દીધાં. બધા ઝરણાંને તેમણે બંધ કરી દીધા, અને બધાં જ સારા વૃક્ષો કાપી નાખ્યાં, આખરે તેમણે કીર-હરેસેથને ઘેરો ઘાલ્યો અને પથ્થરથી હુમલો કરવા માંટે ગોફણિયાઓનો ઉપયોગ કર્યો.

2Kings 3 illustration - 2Kings Chapter 3

26જયારે મોઆબના રાજાએ જોયું કે, યુદ્ધનું પરિણામ પોતાની વિરૂદ્ધ જાય છે, ત્યારે તેણે સાતસો તરવારધારી સૈનિકોને ભેગા કર્યા, અને અદોમના રાજાના સૈનિકોને તોડી પાડવાનો પ્રયાસ કર્યો. જો કે તેના પ્રયત્નોમાં તે સફળ ન થયો.

27મોઆબના રાજાએ તેના પછી તેનો જયે પુત્ર જે રાજા થવાનો હતો તેને લઇને નગરના કોટ પર તેનું બલિદાન ચઢાવ્યું, આથી ઇસ્રાએલીઓ એટલા તો બેબાકળા બની ગયા કે, તેઓએ પીછે હઠ કરીને પોતાને દેશ પાછા ચાલ્યા ગયા.

Chapter Complete

You have read 2Kings 3

27 verses