Lumina
1Samuel

David Spares Saul

1Samuel 24·Gujarati Bible

1પલિસ્તીઓ સાથે યુદ્ધ કરીને શાઉલ પાછો આવ્યો તેને કોઈએ કહ્યું કે, “દાઉદ એન-ગેદીના વગડામાં છુપાયો છે.”

2એટલે શાઉલે સર્વ ઇસ્રાએલમાંથી 3,000 માંણસોને પસંદ કર્યા અને તેમની સાથે દાઉદ અને તેના માંણસોને શોધવા જંગલી બકરાંના ખડક પર ગયા.

3અને પછી તે રસ્તે ઘેટાઁના વાડા હતા અને તેની પાસે એક ગુફા હતી ત્યાં શાઉલ પગ ઢાંકવા ગયો. એ જ ગુફાની છેક અંદરના ભાગમાં દાઉદ અને તેના માંણસો સંતાયેલા હતા.

4દાઉદના માંણસોએ તેને કાનમાં કહ્યું, “યહોવાએ તમને કહ્યું હતું કે, ‘હું તારા દુશ્મનોને તારા હાથમાં સોંપી દઈશ અને તારે તેને જે કરવું હોય તે કરજે. એ દિવસ આજે આવ્યો છે.”‘દાઉદે ઊભા થઈને ખબર ન પડે તે રીતે શાઉલના ઝભ્ભાની ચાળ કાપી લીધી.

5પણ પછી ચાળ કાપવા માંટે તેનું અંતર તેને ડંખવા લાગ્યું.

1Samuel 24 illustration - 1Samuel Chapter 24

6પછી તેણે તેના માંણસોને કહ્યું, “માંરે તે પ્રમાંણે કરવું જોઈતું નહોતું. કારણ કે, તે યહોવાએ અભિષેક કરેલો રાજા છે,”

7આમ કહીને દાઉદે પોતાના માંણસોને પાછા વાર્યા, તેમને શાઉલની સામે ઊઠવા દીધા નહિ, પછી શાઉલ ગુફામાંથી ઊભો થઈને રસ્તે પડ્યો.

8દાઉદ પણ પાછળથી ઊઠયો, ને ગુફાની બહાર નીકળીને શાઉલને હાંક માંરીને કહ્યું, “માંરા ધણી અને રાજા!”શાઉલે પાછા ફરીને જોયું. દાઉદે ભૂમિ પર લાંબા થઈને પ્રણામ કર્યા અને કહ્યું,

9“દાઉદ આપને માંરી નાખવા ફરે છે. ‘એવું કહેનાર લોકોનું તમે સાંભળો છો શા માંટે?’

10આ તમે પોતે જોઇ રહ્યાં છો. આજે યહોવાએ એ ગુફામાં તમને માંરા હાથમાં સોપી દીધા અને હું તમને ત્યાજ માંરી નાખી શકત. માંરા માંણસોએ તમને માંરી નાખવાનુ કહ્યું; પરંતુ મે તમાંરા જીવ પર દયા કરી, કારણ કે હુ માંરા ધણીને માંરી શકતો નથી કારણ કે યહોવાએ પોતે તમને રાજા બનાવ્યા હતા.

1Samuel 24 illustration - 1Samuel Chapter 24

11જુઓ, માંરા હાથમાં શું છે? આ રહી માંરા હાથમાં આપના ઝભ્ભાની ચાળ, મેં એ કાપી લીધી, પણ આપનો વધ ન કર્યો. એથી આપને ખાતરી થશે કે, માંરા મનમાં આપની સામે બળવો કરવાનો કે આપને ઇજા પહોંચાડવાનો ખ્યાલ જ નથી. મેં આપનું કશું જ બગાડયું નથી, તેમ છતાં આપ માંરો જીવ લેવા માંરી પાછળ પડયા છો.

12યહોવા તારી અને માંરી વચ્ચે ન્યાયાધીશ રહેશે. તમે માંરી સાથે ખોટું કર્યુ છે, યહોવા તેના માંટે તમને સજા કરે. પણ હું આપની સામે હાથ ઉગામવાનો નથી.

13એક જૂની કહેવત છે કે,‘દુષ્ટતા દુષ્ટોમાંથી નીકળે છે.’પણ હું તમાંરું કદી નુકસાન કરીશ નહિ.

14ઇસ્રાએલના રાજા કોને પકડવા નીકળી પડયા છે? તમાંરે શું મરેલા કૂતરા અથવા ચાંચડ હાંકવાના છે?

15ભલે યહોવા તારી અને માંરી વચ્ચે ન્યાયધીશ રહે. યહોવા માંરો પક્ષ લેશે અને હું સાબિત કરીશ કે હું સાચો છું. તેઓ માંરી સાથે રહે અને તારા હાથમાંથી મને બચાવે.”

1Samuel 24 illustration - 1Samuel Chapter 24

16દાઉદ બોલી રહ્યો એટલે શાઉલે કહ્યું, “આ માંરો પુત્ર દાઉદ બોલે છે?” એમ બોલીને મોટેથી રડવા લાગ્યો,

17પછી તેણે દાઉદને કહ્યું, “ન્યાય તારે પક્ષે છે, માંરે પક્ષે નથી, તેં માંરું કેટલું બધું ભલું કર્યુ છે પણ હું તારા પર ક્રૂર હતો.

18આજે તેં માંરા પ્રત્યે અદૃભુત ભલાઈ દર્શાવી છે. યહોવાએ મને તારા હાથમાં સોંપી દીધો હતો, પણ તેં મને માંરી નાખ્યો નહિ.

19જો કોઈ માંણસના હાથમાં તેનો દુશ્મન આવે, તો તે તેને શાંતિથી જવા ન દે. આજ તેઁ માંરું ભલું કર્યુ છે તેથી યહોવા તને તારા સારા કામ માંટે સારો બદલો આપશે.

20હું જાણું છું કે તું ચોકકસ રાજા બનશે અને ઇસ્રાએલી પ્રજા પર તું રાજ કરશે.

1Samuel 24 illustration - 1Samuel Chapter 24

21માંટે આજે તું યહોવાના નામની પ્રતિજ્ઞા લે અને મને વચન આપ કે માંરા મરણ પછી તું માંરા વંશજોને નહિ માંરી નાખે અને માંરા પિતાના કુટુંબમાંથી માંરું નામ ભૂંસી નહિ નાખે.”

22દાઉદે શાઉલને એ પ્રમાંણે વચન આપ્યું અને શાઉલ પાછો ઘેર ગયો. પરંતુ દાઉદ અને તેના માંણસો પાછા ગઢોમાં ગયા.

Chapter Complete

You have read 1Samuel 24

22 verses