Lumina
1Samuel

Jonathan Warns David

1Samuel 20·Gujarati Bible

1દાઉદે રામાંમાં આવેલા નાયોથમાંથી ભાગીને યોનાથાન પાસે જઈને તેને કહ્યું, “મેં શું કર્યુ છે? માંરો શો ગુનો છે? તારા પિતા કેમ માંરો જીવ લેવા પાછળ પડયા છે?”

2યોનાથાને કહ્યું, “આ ખ્યાલ ખોટો છે. તારો જીવ લેવાનો કોઈ ઇરાદો નથી. માંરા પિતા મને જણાવ્યા વિના કોઈ મહત્વનું કે બિનમહત્વનું કામ કરતા જ નથી. તેથી તે આ વાત માંરાથી છુપાવે શા માંટે? ના, એ સાચું નથી.”

3દાઉદે જવાબ આપ્યો, “તારા પિતા બરાબર જાણે છે; કે તું માંરો સાચો મિત્ર છે. તેથી તેણે એમ વિચાર્યુ હશે કે, ‘તને આની ખબર પડવી જોઈએ નહિ. નહિ તો તને દુ:ખ થશે અને એ વિષે તું મને કહીશ.’ પણ હું તને યહોવાના સમ ખાઈને કહું છું, તારા સમ ખાઈને કહું છું કે, માંરી અને મોતની વચ્ચે એક પગલાનું જ અંતર છે.”

4યોનાથાને કહ્યું, “તો હું તારા માંટે શું કરું?”

5દાઉદે કહ્યું, “આવતી કાલે અમાંસનો પર્વ છે. આ ઉજવણી ના દિવસે માંરે રાજા સાથે જમવાનું હોય છે, પણ હવે ખેતરમાં છુપાવા દો અને બીજે દિવસ પણ ત્યાં રહીશ. પહેલાં હું આ ઉત્સવમાં હંમેશા તારા પિતા પાસે રહેતો હતો, પણ આવતી-કાલે હું સીમમાં સંતાઈ રહીશ અને ત્રીજા દિવસની સાંજ સુધી હું ત્યાં જ રહીશ.

1Samuel 20 illustration - 1Samuel Chapter 20

6જો માંરી ગેરહાજરી તારા પિતાના ધ્યાનમાં આવે તો તું કહેજે કે, ‘દાઉદ માંરી રજા લઈને એકાએક તેને ઘેર બેથલેહેમ ગયો છે. કારણ, આખા કુટુંબનો વાષિર્ક યજ્ઞોત્સવ છે.’

7જો તે એમ કહે કે ‘સારું’ તો સમજવું કે, મને આંચ આવે એમ નથી. પણ જો તે ગુસ્સે થઈ જાય તો તારે ચોક્કસ સમજવું કે, તેણે માંરું કાસળ કાઢવાનું નક્કી કર્યુ છે.

8યહોવાના નામે આપણે ભાઈઓ તરીકે કરાર કરેલો છે, તેથી તું માંરે માંટે આટલું કર, અથવા તારા પિતાની વિરુદ્ધ મેં પાપ કર્યુ હોય તો તું જાતે જ મને માંરી નાખ, પણ મને તારા પિતાને સ્વાધીન કરતો નહિ!”

9યોનાથાને કહ્યું, “તું એ ખ્યાલ જ મગજમાંથી કાઢી નાખ. મને જો ચોક્કસ ખબર હોત કે, માંરા પિતાએ તારું કાસળ કાઢવાનું નક્કી કર્યુ છે, તો મેં તને કહ્યું ન હોત?”

10ત્યારે દાઉદે યોનાથાનને કહ્યું, “જો તારા પિતા તારી સાથે કઠોરતાથી વાત કરશે તો એની જાણ મને કોણ કરશે?”

1Samuel 20 illustration - 1Samuel Chapter 20

11યોનાથાને દાઉદને કહ્યું, “આપણે ખેતરની અંદર જઇએ.” પછી તે બંને ખેતરમાં ગયા.

12ત્યાં યોનાથાને દાઉદને કહ્યું, “ઇસ્રાએલના દેવ યહોવાની સાક્ષીએ હું તને વચન આપંુ છું કે, ત્રણ દિવસ સુધીમાં હું માંરા પિતાને તારા વિષે વાત કરીશ અને તારા માંટે તે શું ધારે છે તેની તને તરત જ જાણ કરીશ.

13જો માંરા પિતા તને હાનિ કરવાના હોય, તો હું તને સંદેશો મોકલીશ અને સુરક્ષિત જવા દઇશ. જો હું આમ ન કરું તો ભલે યહોવા મને સજા કરે. યહોવા જેમ માંરા પિતાની મદદમાં રહેતા હતા તેમ તારી મદદમાં રહો.

14હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી માંરા ઉપર દયા રાખજે,

15અને જો હું મૃત્યુ પામુંં તો માંરા કુટુંબ ઉપર દયા દેખાડવાનું બંધ ન કરતા. જ્યારે યહોવા આ જગતમાંથી તારા બધા દુશ્મનોનો નાશ કરે ત્યારે પણ માંરા સંતાનો પર દયા રાખજે.

1Samuel 20 illustration - 1Samuel Chapter 20

16આ પ્રમાંણે યોનાથાને દાઉદ સાથે એક સંધિ કરી, કહેતા, “યહોવા દાઉદના દુશ્મનોને સજા કરે.”

17યોનાથાનને દાઉદ પ્રાણ સમાંન વહાલો હતો, આથી તેણે ફરી દાઉદ પાસે મૈત્રીની પ્રતિજ્ઞા કરાવી.

18પછી તેણે દાઉદને કહ્યું, “આવતીકાલે અમાંસ છે; અને તારી ગેરહાજરી જણાઈ આવશે, કેમ કે તારી બેઠક ખાલી હશે.

19ત્રીજે દિવસે પહેલાં જયાં તું સંતાયો હતો તે જ જગ્યાએ જજેે. તે પર્વત પાસે રાહ જોજે.

20પછી હું ત્યાં આવીને જાણે કે નિશાન તાકતો હોઉં તેમ ખડક ઉપર ત્રણ તીર છોડીશ.

1Samuel 20 illustration - 1Samuel Chapter 20

21પછી હું માંરા નોકરને મોકલીશ અને કહીશ કે, તીર શોધી લાવ. જો હું નોકરને એમ કહું કે, ‘તીર તારી આ બાજુએ છે, ઉપાડી લે,’ તો તારે સમજવું કે તું સુરક્ષિત છે, અને બહાર આવવું, હું તને યહોવાના સમ ખાઈને કહું છું કે તારા માંથે જરાપણ ભય નહિ હોય.

22પણ જો હું તેને એમ કહું છું કે ‘તીર હજી આગળ છે જા અને લઇ આવ.’ તો તારે ભાગી જવું કારણ, યહોવા પોતે જ તને મોકલી દે છે.

23આપણે એકબીજા સાથે કરેલા કરારને પાળવાનું આપણે યાદ રાખીએ યહોવા આપણી મદદ કરશે કારણકે તે આપણા સદાના સાક્ષી છે.”

24આથી દાઉદ ખેતરમાં સંતાઈ ગયો. અમાંસ આવી એટલે રાજા ભોજનમાં ભાગ લેવા આવ્યો.

25અને પોતાનું હંમેશનું દિવાલ પાસેનું આસન લીધું. આબ્નેર તેની જોડેના આસન ઉપર બેઠો. અને યોનાથાન સામેના આસન પર બેઠો.

1Samuel 20 illustration - 1Samuel Chapter 20

26દાઉદનું આસન ખાલી હતું. પણ તે દિવસે શાઉલ કંઈ બોલ્યો નહિ, તેણે ધાર્યું કે, “કંઈક થયું હોવું જોઈએ, જેથી દાઉદ અશુદ્વ થયો હશે.”

27શાઉલે જોયું કે અમાંસ પછીના દિવસે પણ દાઉદનું આસન ખાલી હતું. એટલે શાઉલે યોનાથાનને પૂછયું, “શા માંટે યશાઇનો પુત્ર ગઈકાલે અને આજે જમવા ન આવ્યો?”

28યોનાથાને શાઉલને જવાબ આપ્યો, “દાઉદે માંરી પાસે બેથલેહેમ જવાની રજા માંગી હતી.

29તેણે કહ્યું હતું કે, ‘કૃપા કરીને મને જવા દો, કારણ, અમાંરું કુટુંબ ગામમાં યજ્ઞ ઊજવે છે, અને માંરા ભાઈએ મને હાજર રહેવા જણાવ્યું છે; એટલે જો તને માંરે માંટે લાગણી હોય, તો મને માંરા ભાઈઓને મળવા જવા દે.’ તેથી તે રાજાના ભોજનમાં ગેરહાજર છે.”

30શાઉલ યોનાથાન ઉપર ગુસ્સે થઈ ગયો, અને કહ્યું, “તું એક ગુલામ સ્રીનો દીકરો છે જે આજ્ઞા પાળવાની મનાઇ કરે છે? તને ખબર નથી કે યશાઇનાં દીકરાનો પક્ષ લેવાથી તું તારા કુટુંબને અપમાંનિત કરીશ અને તારી માંતાની બદનામી કરીશ.

1Samuel 20 illustration - 1Samuel Chapter 20

31જયાં સુધી યશાઇનો પુત્ર આ ધરતી ઉપર જીવે છે ત્યાં સુધી ન કે તું કે તારું રાજય સ્થાપિત થશે. તેથી કોઇને મોકલ તો તેને માંરી પાસે લાવવા, કેમ કે તેને મરવાનું છે જ.”

32અને યોનાથાન તેના પિતા શાઉલ પાસે આવ્યો અને કહ્યું, “શા માંટે આપણે તેને માંરી નાખવો જોઈએ? તેણે શું કર્યુ છે?”

33એટલે શાઉલે યોનાથાનને માંરવા માંટે ભાલો ઉગામ્યો, એટલે યોનાથાન સમજી ગયો કે માંરા પિતાએ દાઉદનો જીવ લેવાનો નિશ્ચય કર્યો છે.

34તેથી યોનાથાન ગુસ્સે થઈને ખાણા પરથી ઊઠી ગયો. અને બીજને દિવસે તેણે કશું ય ખાધું નહિ, કારણ કે તેના પિતાએ દાઉદનું અપમાંન કર્યુ એથી તેને ઘણું દુ:ખ થયું હતું.

35બીજે દિવસે સવારે યોનાથાન દાઉદ સાથે નક્કી કર્યા મુજબ એક છોકરાને લઈને ખેતરમાં ગયો.

1Samuel 20 illustration - 1Samuel Chapter 20

36તેણે છોકરાને કહ્યું, “હું હમણા જે તીર છોડું છું તેને દોડીને લઇ આવ.” છોકરો દોડયો અને યોનાથાને તેના માંથાની ઉપરથી તીરો છોડ્યાં.

37છોકરો તીર જયાં પડ્યાં હતાં ત્યાં પહોંચી ગયો ત્યારે યોનાથાને તેને બૂમ પાડીને કહ્યું, “તીર તો ઘણા આગળ છે.”

38“જલદી દોડ, ઉતાવળ કર, વિલંબ ન કરીશ.” છોકરો તીર ઉપાડી લઈને તેના ધણીની પાસે પાછો આવ્યો.

39ફકત યોનાથાન અને દાઉદ જ આનો અર્થ સમજતા હતા. છોકરાને કશી ખબર નહોતી.

40યોનાથાને પોતાનાં હથિયાર છોકરાને આપીને કહ્યું, “પાછો શહેરમાં લઈ જા.”

1Samuel 20 illustration - 1Samuel Chapter 20

41છોકરાના ગયા પછી તરત જ દાઉદ દક્ષિણ બાજુએથી ઊઠીને આવ્યો, અને યોનાથાનને ત્રણ વાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા; અને તેઓએ એકબીજાને ચુંબન કર્યું. અને એકબીજાને ભેટીને રડ્યા. દાઉદ યોનાથાન કરતાં વધારે રડતો હતો.

42યોનાથાને દાઉદને કહ્યું, “શાંતિથી જા, કારણ તારી અને માંરી વચ્ચે અને તારા કુટુંબ અને માંરાં કુટુંબ વચ્ચે એક સંધિ છે અને યહોવા તેના સાક્ષી છે. આપણે પ્રતિજ્ઞા લીધી છે અને કહ્યું છે કે યહોવા આપણી વચ્ચે સદા માંટે સાક્ષી રહેશે.”

Chapter Complete

You have read 1Samuel 20

42 verses