Lumina
1Samuel

David and Goliath

1Samuel 17·Gujarati Bible

1પલિસ્તીઓ યહૂદાના લોકો સાથે લડવા તૈયાર થયા અને યહૂદામાં સોખોહ આગળ ભેગા થયા, સૈન્ય ભેગુ થયું અને સોખોહ અને અઝેકાહ વચ્ચે છાવણી નાખી, એફેસ દામ્મીમ બોલાવાતા એક શહરેમાં.

2શાઉલ અને ઇસ્રાએલીઓએ ભેગા થઈને એલાહની ખીણમાં છાવણી નાખી અને પલિસ્તીઓ સામે લડવા, તેઓએ પર્વત હરોળ કરી.

3પલિસ્તીઓ એક ટેકરી ઉપર એકઠાં થયાં અને ઇસ્રાએલીઓ બીજી ટેકરી ઉપર; બંનેની વચ્ચે એક ખીણ હતી.

4પલિસ્તીઓની છાવણીમાંથી ગોલ્યાથ નામનો એક યોદ્ધો ઇસ્રાએલીઓને દ્વંદ્ધયુદ્ધ માંટે પડકારવા બહાર આવ્યો. તે ગાથનો વતની હતો. તે આશરે નવ ફૂટ ઊંચો હતો.

5એ ગાથ નગરનો વતની હતો. તે નવ ફૂટ કરતા ઊંચો હતો. તેણે કાંસાનો ટોપ પહેર્યો હતો, અને માંછલીની ચામડી ઉપરના ભીંગડા જેવુ બખતર પહેરેલુ હતું આ કાંસાનાં બખતરનું વજન પાંચ હજાર શેકેલ હતું.

1Samuel 17 illustration - 1Samuel Chapter 17

6તેને પગે કાંસાનું બખ્તર ચડાવેલું હતું અને તેના ખભા ઉપર કાંસાનો ભાલો લટકાવેલો હતો.

7તેના ભાલાનો હાથો વણકરની સાળના તાર જેવો હતો અને તેનું લોખંડનું પાંનુ આશરે છસો શેકેલ વજનનું હતું, તેની ઢાલ ઉપાડનારો તેની આગળ ચાલતો હતો.

8તેણે ઊભા રહીને ઇસ્રાએલનાં સૈન્યને હાંક માંરી, “તમે ત્યાં યુદ્ધ માંટે વ્યુહબદ્ધ કેમ થયા છો? હું પલિસ્તી છું અને તમે બધાં શાઉલના ગુલામો છો. માંરી સાથે લડવા તમે તમાંરો એક માંણસ પસંદ કરો.

9જો તે માંણસ મને માંરી નાખે, તો અમે તમાંરા ગુલામ થઈશું. પણ જો હું તેને માંરી નાખું, તો તમાંરે બધાએ અમાંરા ગુલામ થઈને અમાંરી સેવા કરવી.”

10તેણે વધુમાં કહ્યું, “હું આજે ઇસ્રાએલી સેનાને પડકાર કરું છું, માંરી સાથે લડવા માંટે એ માંણસોને મોકલવાં હું આહવાન આપુ છુ.”

1Samuel 17 illustration - 1Samuel Chapter 17

11આ સાંભળીને શાઉલ અને તેના માંણસો ભયથી થથરી ગયા.લડવા જતો દાઉદ

12યહુદાના બેથલેહેમમાં એફાથી કુલમાંના યશાઇનો પુત્ર દાઉદ હતો. યશાઇને સાઠ પુત્રો હતા. શાઉલના સમયે યશાઇ વૃદ્વ ગણાતો.

13યશાઇના ત્રણ મોટા પુત્રો શાઉલ સાથે યુદ્ધમાં ગયા હતા. તે હતા: એલીઆબ પહેલો પુત્ર, અબીનાદાબ બીજો અને શમ્માંહ ત્રીજો.

14દાઉદ સૌથી નાનો હતો. મોટા ત્રણ પુત્રો શાઉલની સેનામાં જોડાયા હતાં.

15પરંતુ દાઉદ ઘેટાંની સંભાળ રાખવા શાઉલની છાવણી અને બેથલેહેમ વચ્ચે આવજા કરતો હતો.

1Samuel 17 illustration - 1Samuel Chapter 17

16ચાળીસ દિવસ સુધી સવાર અને સાંજ પેલો પલિસ્તી ગોલ્યાથ બહાર આવતો અને તેમને પડકાર કરતો.

17પછી એક દિવસે યશાઇએ તેના પુત્ર દાઉદને કહ્યું, “તારા ભાઈઓ માંટે આ દસ રોટલી અને થોડા શેકેલ દાણા લઈ જા.

18અને આ દસ પનીરના ટુંકડા તેઓના સહસ્રાધિપતિને આપજે અને તારા ભાઈઓના કુશળ સમાંચાર જાણીને અને તેમની કંઈ એંધાણી લઈને પાછો આવ!

19રાજા શાઉલ, તારા ભાઈઓ અને બધા ઇસ્રાએલીઓ એલાહની ખીણમાં પલિસ્તીઓ સામે લડી રહ્યા છે.”

20બીજે દિવસે વહેલી સવારે દાઉદ ઊઠયો અને ઘેટાં સંભાળવાનું રખેવાળને સોંપીને, ખાવાનું લઈને યશાઇની આજ્ઞા મુજબ ચાલી નીકળ્યો. લશ્કર યુદ્ધનાદ કરતું કરતું યુદ્ધક્ષેત્ર ભણી જતું હતું, ત્યાં દાઉદ છાવણીએ આવી પહોંચ્યો.

1Samuel 17 illustration - 1Samuel Chapter 17

21થોડીવારમાં ઇસ્રાએલીઓ અને પલિસ્તીઓની સેના યુદ્ધ માંટે સામસામી ગોઠવાઈ ગઈ.

22દાઉદ પોતાનો સામાંન, ભંડાર સાચવનાર અમલદારને સોંપીને તેના ભાઈઓને મળવા ઝડપથી સૈન્ય તરફ દોડ્યો.

23તે તેઓની સાથે વાતો કરતો હતો તે જ સમયે પલિસ્તી યોદ્ધા ગોલ્યાથે સેનામાંથી બહાર આવીને રોજની જેમ ઇસ્રાએલીઓને પડકાર ફેંક્યો. દાઉદે એ સાંભળ્યું.

24ઇસ્રાએલીઓ ગોલ્યાથને જોઈને ભયના માંર્યા નાસવા લાગ્યા.

25એક ઇસ્રાએલી સૈનિકે કહ્યું, “પેલા માંણસને તેઁ જોયો જે ઇસ્રાએલીઓને પડકારવા આવ્યો હતો? અને એને જે કોઈ માંરી નાખે તેને રાજા મોટું ઇનામ આપશે, અને તે તેને ઘણી સંપત્તિ આપશે, પોતાની કુંવરી તેની સાથે પરણાવશે અને તેના કુટુંબને કરવેરો ભરવામાંથી મુકિત આપવામાં આવશે.”

1Samuel 17 illustration - 1Samuel Chapter 17

26દાઉદે ત્યા ઊભેલા માંણસોને પૂછયું, “જે કોઈ આ પલિસ્તીને માંરી નાખે અને ઇસ્રાએલીઓની નામોશી ભૂંસી નાખે તેને શું ઇનામ મળે? આખરે આ ગોલ્યાથ છે કોણ? તે કોઇ જ નથી. એક વિદેશી થઇને જીવતાજાગતા દેવના સૈન્યનો તિરસ્કાર કરવાની હિંમત તે કેવી રીતે કરી શકે?”

27દાઉદને ગોલ્યાથને માંરી નાખવાના ઇનામનો જવાબ લોકો પાસેથી મળી ગયો.

28પરંતુ દાઉદના સૌથી મોટા ભાઈ અલીઆબે તેને લોકો સાથે વાત કરતાં સાંભળ્યો, એટલે તેને એકદમ ગુસ્સો ચડ્યો. તેણે દાઉદને કહ્યું. “તું અહીં શું કરે છે? અને તું વગડામાં તારાં મૂઠીભર ઘેટાં કોને સોંપીને આવ્યો? હું જાણું છું; તું કેવો ઘમંડી અને ઉદ્ધત છોકરો છે. તું લડાઈ જોવા જ આવ્યો છે ને?”

29દાઉદે જવાબ આપ્યો, “મેં શું કર્યું છે? માંરે કોઈને સવાલ પણ ના પૂછવો?”

30એમ કહીને તેણે બીજા માંણસ તરફ ફરીને તેને એ જ સવાલ પૂછયો, પણ બધાએ એ જ જવાબ આપ્યો.

1Samuel 17 illustration - 1Samuel Chapter 17

31દાઉદે જે કહ્યું હતું તે થોડા લોકોએ સાંભળ્યું, તેમણે શાઉલને આ વિષે કહ્યું. તેથી શાઉલે તેને બોલાવડાવ્યો.

32દાઉદે શાઉલને કહ્યું, “હિંમત હારવાની જરૂર નથી. હું તે પલિસ્તી સાથે લડીશ.”

33શાઉલે કહ્યું, “ના, તું જઈને એ પલિસ્તી સાથે કેવી રીતે લડશે? તું તો નાનો છોકરો છે અને તેણે તો નાનો હતો ત્યારથી આખી જીંદગી લડવામાં જ ગાળી છે.”

34દાઉદે ભારપૂર્વક જણાવ્યું, “નામદાર, હું માંરા પિતાનાં ઘેટાં ચારું છું. જો કોઈ વાર સિંહ કે રીંછ આવીને અમાંરા ટોળામાંથી ઘેટું ઉપાડી જાય છે,

35તો હું તેની પાછળ પડી તેના ઉપર હુમલો કરીને તેના મોંમાંથી તેને છોડાવી લાવું છું. જો તે માંરી સામે થાય છે તો હું તેની દાઢી પકડીને માંરી માંરીને તેનો જીવ લઉં છું.

1Samuel 17 illustration - 1Samuel Chapter 17

36આ રીતે મેં સિંહને અને રીંછને માંર્યા છે. આ વિદેશી પલિસ્તીના પણ હું એવા જ હાલ કરીશ. કારણ કે તેણે જીવતા જાગતા દેવની સેનાનો તિરસ્કાર કર્યો છે.

37યહોવાએ મને સિંહોના અને રીછોના પંજામાંથી બચાવ્યા છે, તે જ મને આ પલિસ્તીઓના પંજામાંથી પણ બચાવશે.”આખરે શાઉલ સંમત થયો અને કહ્યું, “જા, ભલે જા, યહોવા તારું રક્ષણ કરો.”

38શાઉલે દાઉદને પોતાનું બખ્તર પહેરાવ્યું. તેના માંથા પર કાંસાનો ટોપ મૂકયો અને કવચ પહેરાવ્યું.

39પછી તેના બખ્તર ઉપર શાઉલે પોતાની તરવાર લટકાવી, અને દાઉદે ચાલવાનો પ્રયત્ન કરી જોયો, પણ તે આ બધાથી ટેવાયેલો ન હોવાથી તે ચાલી શકયો નહિ.તેણે શાઉલને કહ્યું, “આ બધાં સાથે મને ચાલતાં ફાવતું નથી. હું એનાથી ટેવાયેલો નથી,” આથી તેણે તે બધુ ઉતારી નાખ્યું.

40પછી તેણે પોતાની થેલી લીધી અને નદીના વહેણમાંથી પાંચ સુંવાળા પથરા ઉપાડીને થેલીમાં મૂકયા, અને હાથમાં ગોફણ લઈને તે પેલા પલિસ્તી તરફ ઊપડ્યો.

1Samuel 17 illustration - 1Samuel Chapter 17

41તેની ઢાલ ઊંચકનાર તેની આગળ આગળ ચાલતો હતો. તે દાઉદની નજીક આવતો જતો હતો.

42તેણે દાઉદને ધારી ધારીને જોયો અને તેના ઉપર હસતો હતો, કારણ કે તે દાઉદ તો હજુ એક ગલગોટા જેવો રૂપાળો જુવાન હતો.

43તેણે દાઉદને કહ્યું, “હું તે કંઈ કૂતરો છું કે તું માંરી સામે લાકડી લઈને આવ્યો છે?” તેણે પોતાના દેવોના નામે દાઉદને શાપ આપ્યો.

44તેણે દાઉદને કહ્યું, “માંરી નજીક આવ, હું તારું માંસ આકાશનાં પક્ષીઓને અને જંગલી પ્રાણીઓને આપીશ.”

45દાઉદે જવાબ આપ્યોં, “તું માંરી સામે તરવાર, ભાલો ને કટારી લઈને આવ્યો છે, પરંતુ હું તારી સામે જે ઇસ્રાએલી સૈન્યનું તેઁ અપમાંન કર્યુ છે; તેના જીવતા દેવ સર્વસમર્થ યહોવાના નામે આવ્યો છું.

1Samuel 17 illustration - 1Samuel Chapter 17

46આજે યહોવા તને માંરા હાથમાં સુપ્રત કરી દેશે અને હું તારો જીવ લઈશ. આજે હું તારું માંથું કાપી નાખીશ અને તારા શબને પક્ષીઓને અને જંગલી પ્રાણીઓને ખાવા આપીશ; અમે બીજા પલિસ્તી સૈનિકોના શબોનું પણ આમ જ કરીશું. ત્યારે સમસ્ત જગત જાણશે કે ઇસ્રાએલમાં દેવ છે.

47અહીં ભેગા થયેલા સૌ કોઈ જાણે કે, યહોવાને રક્ષણ કરવા માંટે નથી જરૂર તરવારની કે નથી જરૂર ભાલાની; યુદ્ધમાં વિજય યહોવાનો છે અને તે તમને અમાંરા હાથમાં સોંપી દેશે.”

48પછી તે પલિસ્તી ઊઠીને દાઉદની સામે લડવા આગળ આવવા લાગ્યો, એટલે દાઉદ પલિસ્તીઓના લશ્કર તરફ તેનો સામનો કરવા દોડી ગયો.

49દાઉદે ઝોળીમાં હાથ નાખીને એક પથ્થર કાઢયો અને તે ગોફણમાં મૂકીને પલિસ્તીના કપાળમાં માંર્યો. પથરો તેના કપાળમાં જોરથી વાગ્યો અને તે ઊંધે માંથે ભોંય પર પટકાઈ પડયો.

50આમ, દાઉદે પથ્થર અને ગોફણ વડે પલિસ્તી ઉપર જીત મેળવી અને તરવાર વગર જ તેને માંરી નાખ્યો.

1Samuel 17 illustration - 1Samuel Chapter 17

51પછી તેણે તેની પાસે દોડી જઈને તેની છાતી ઉપર ઊભા રહી તેની મ્યાનમાંથી તરવાર ખેંચી કાઢી તેનું માંથું ધડથી જૂદું કરીને તેને માંરી નાખ્યો.પલિસ્તીઓએ જયારે જોયું કે પોતાનો યોદ્ધો માંર્યો ગયો છે ત્યારે તેઓ ભાગવા લાગ્યા.

52ઇસ્રાએલ અને યહૂદાના લોકો રણગર્જના કરી આગળ ધસી આવ્યા અને ગાથ સુધી તથા એક્રોનની ભાગોળો સુધી પલિસ્તીઓની પાછળ પડયા. શાઅરાઈમથી માંડીને છેક ગાથ અને એક્રોન સુધીનો આખો રસ્તો ઘવાયેલા પલિસ્તીઓથી છવાઈ ગયો.

53ઇસ્રાએલીઓએ પલિસ્તીઓનો પીછો કરીને પાછા ફરતા તેમની છાવણી લૂંટી.

54દાઉદે ગોલ્યાથનું મસ્તક લીધું અને તે યરૂશાલેમ લઈ ગયો; એ પલિસ્તીના હથિયારો પોતાના તંબુમાં જ રહેવા દીધાં.

55જયારે શાઉલે દાઉદને ગોલ્યાથની સામે લડવા જતો જોયો ત્યારે તેણે તેના સેનાપતિ આબ્નેરને સવાલ કર્યો, “આબ્નેર, એ જુવાન કોણ છે?”આબ્નેરે જવાબ આપ્યો, “નામદાર, આપના સમ, એ કોણ છે, હું જાણતો નથી.”

1Samuel 17 illustration - 1Samuel Chapter 17

56એટલે રાજાએ તેને કહ્યું, “જા, તે કોનો પુત્ર છે, તે હકીકત શોધી લાવ.”

57આથી દાઉદ જયારે પલિસ્તીને માંરી નાખીને તેનું માંથું હાથમાં લઈને પાછો આવ્યો ત્યારે આબ્નેર તેને શાઉલ પાસે લઈ ગયો.

58શાઉલે પૂછયું, “તું, કોનો પુત્ર છે?”દાઉદે જવાબ આપ્યો, “હું આપના સેવક બેથલેહેમના યશાઇનો પુત્ર છું.”

Chapter Complete

You have read 1Samuel 17

58 verses