Lumina
1Chronicles

Tribes of Issachar, Benjamin

1Chronicles 7·Gujarati Bible

1ઇસ્સાખારના પુત્રો: તોલા, પૂઆહ, યાશૂબ તથા શિમ્રોન એ ચાર.

2તોલાના પુત્રો: ઉઝઝી, રફાયા, યરીએલ, યાહમાય, યિબ્સામ અને શમુએલ હતા, તેઓ પોત પોતાના કુટુંબોના આગેવાનો હતા. દાઉદ રાજાના સમયમાં આ કુટુંબોમાંના 22,600 પુરુષો શૂરવીર યોદ્વાઓ હતા.

3ઉઝઝીનો પુત્ર યિઝાહયા હતો. યિઝાહયાના પુત્રો: મિખાએલ, ઓબાધા, યોએલ અને યિશ્શીયા હતા, આ બધાં પાંચેય તેમના કુટુંબોના આગેવાનો હતા.

4દાઉદ રાજાના સમયમાં તેઓનાં કુટુંબોમાંથી 36,000 યોદ્વાઓ સૈન્યમાં હતા; કારણ કે, આ પાંચ આગેવાનોને ઘણી પત્નીઓ હતી અને ઘણાં પુત્રો હતા.

5ઇસ્સાખારના કુલસમૂહના સર્વ કુટુંબોમાંથી યુદ્ધને માટે ઉપલબ્ધ એવા પુરુષોની સંખ્યા 87,000 હતી, તેઓ શૂરવીર યોદ્ધાઓ હતા, તેઓનાં નામ વંશાવળીમાં સામેલ કરેલાં છે.

1Chronicles 7 illustration - 1Chronicles Chapter 7

6બિન્યામીનના ત્રણ પુત્રો હતા: બેલા, બેખેર અને યદીઅએલ.

7બેલાના પુત્રો: એસ્બોન, ઉઝઝી, ઉઝઝીએલ, યરીમોથ અને ઇરી. આ પાંચ શૂરવીર યોદ્વાઓ કુટુંબોના આગેવાનો હતા અને તેઓના સૈન્યની સંખ્યા 22,034 હતી.

8બેખેરના પુત્રો: ઝમીરાહ, યોઆશ, અલીએઝેર, એલ્યોએનાય, ઓમ્રી, યરેમોથ, અબિયા, અનાથોથ તથા આલેમેથ. એ સર્વ બેખેરના પુત્રો.

9તેઓની વંશાવળી પ્રમાણે તથા પેઢીઓ પ્રમાણે તેમની ગણતરી કરતાં તેઓ 20,200 પરાક્રમી ને શૂરવીર પુરુષો, પોતાના પિતૃઓનાં કુટુંબોના સરદારો હતા.

10યદીઅએલનો પુત્ર બિલ્હાન, બિલ્હાનના પુત્રો: યેઉશ, બિન્યામીન, એહૂદ, કનાઅનાહ, ઝેથાન, તાશીર્શ તથા અહીશાહાર.

1Chronicles 7 illustration - 1Chronicles Chapter 7

11એ સર્વ યદીઅએલના પુત્રો હતા, તેઓના પિતૃઓનાં કુટુંબોના સરદારો, 17,200 પરાક્રમી ને શૂરવીર પુરુષો હતા કે, જેઓ લડાઈ વખતે સૈન્યમાં જવાને લાયક હતા.

12ઇરના પુત્રો: હુપ્પીમ તથા શુપ્પીમ; અને આહેરનો પુત્ર હુશીમ હતો.

13નફતાલીના પુત્રો: યાહસીએલ, ગુની, યેસેર તથા શાલ્લૂમ; તેઓની માતા બિલ્હાહ હતી.

14મનાશ્શાના વંશજો: અરામી ઉપપત્નીને પેટે તેને આસ્રીએલ જન્મ્યો અને ગિલયાદના પિતા માખીરને પણ જન્મ તેણે જ આપ્યો.

15માખીર હુપ્પીમ તેમ જ શુપ્પીમ માટે બે પત્નીઓ લાવ્યો, એની બહેનનું નામ માઅખાહ હતું. બીજા પુત્રનું નામ સલોફહાદ હતુ. સલોફહાદને ફકત પુત્રીઓ જ થઈ.

1Chronicles 7 illustration - 1Chronicles Chapter 7

16માખીરની પત્ની માઅખાહને પુત્ર થયો; તેણે તેનું નામ પેરેશ પાડયું. તેના ભાઈનું નામ શેરેશ હતું; તેના પુત્રો ઉલામ તથા રેકેમ હતા.

17ઉલામનો પુત્ર બદાન, મનાશ્શાના પુત્ર માખીરના પુત્ર ગિલયાદના વંશજો હતા.

18તેની બહેન હામ્મોલેખેથને પેટે ઇશ્હોદ, અબીએઝેર તથા માહલાહ થયા.

19શમીદાના પુત્રો આહ્યાન, શેખેમ, લિકહી તથા અનીઆમ હતા.

20એફ્રાઈમના વંશજો: એફ્રાઇમનો પુત્ર શૂથેલાહ હતો; એનો પુત્ર બેરેદ, એનો પુત્ર તાહાથ, એનો પુત્ર એલઆદાહ, એનો પુત્ર તાહાથ,

1Chronicles 7 illustration - 1Chronicles Chapter 7

21એનો પુત્ર ઝાબાદ, એના પુત્રો: શૂથેલાહ, એસેર તથા એલઆદ, તેમના દેશના મૂળ રહેવાસી ઓને ગાથના પુરુષોએ મારી નાખ્યા, કારણ કે તેઓેનાં ઢોરઢાંખરને લઈ જવા માટે તેઓ ઊતરી આવ્યા હતા.

22તેઓના પિતા એફ્રાઈમે ઘણા દિવસો સુધી શોક કર્યો, ને તેના ભાઈઓ તેને સાંત્વના આપવા આવ્યા.

23પછી તેની પત્ની ગર્ભવતી બની, ને તેણે પુત્રને જન્મ આપ્યો, ને તેણે તેનું નામ બરીઆહ (ભાગ્યહીન) પાડયું, કારણ કે તેના કુટુંબની દુર્દશા થઈ હતી.

24તેને શેઅરાહ નામની એક પુત્રી હતી. તેણે નીચેનું તથા ઉપરનું બેથ-હોરોન તથા ઉઝઝેન-શેઅરાહ બાંધ્યાં.

25એફ્રાહિમનો પુત્ર રેફા હતો, રેફાનો પુત્ર રેશેફ હતો, અને રેશેફનો પુત્ર તેલાહ હતો, અને પુત્ર તાહાન હતો;

1Chronicles 7 illustration - 1Chronicles Chapter 7

26એનો પુત્ર લાઅદાન, એનો પુત્ર આમ્મીહૂદ; એનો પુત્ર અલીશામા;

27એનો પુત્ર નૂન, ને એનો પુત્ર યહોશુઆ હતો.

28તેઓનાં વતન તથા તેઓનાં રહેઠાણ બેથેલ તથા તેના કસબાઓ હતઁા, ને પૂર્વ તરફ નાઅરાન, પશ્ચિમ તરફ ગેઝેર તથા તેના કસબાઓ; વળી શખેમને તેના કસબાઓ અને અઝઝાહ તથા તેના કસબાઓ સુધી હતા;

29અને તેનો પુત્ર રેફાહ હતો અને બેથશઆન તથા તેના કસબાઓ, તાઅનાખ તથા તેના કસબાઓ ત્યાં હતા. મગિદૃો તથા તેના કસબાઓ, દોર તથા તેના કસબાઓ મનાશ્શાના વંશજોના હતા. આ બધી જગ્યાઓ પર ઇસ્રાએલના પુત્ર યૂસફના વંશજો રહેતાં હતા.

30આશેરના પુત્રો: યિમ્નાહ, યિશ્વાહ, યિશ્ચી, બરીઆહ, તેમની બહેન સેરાહ.

1Chronicles 7 illustration - 1Chronicles Chapter 7

31બરીઆના પુત્રો: હેબેર અને માલ્કીએલ જે બિઝાઈથનો પિતા હતો.

32હેબેરના પુત્રો: યાફલેટ, શોમેર, હોથામ, તેમની બહેન શૂઆ હતી.

33યાફલેટના પુત્રો: પાસાખ, બિમ્હાલ અને આશ્વાથ.

34શેમેરના પુત્રો: અહી, રોહગાહ, યહુબ્બાહ અને અરામ,

35તેના ભાઈ હેલેમના પુત્રો: સોફાહ, યિમ્ના, શેલેશ અને આમાલ,

1Chronicles 7 illustration - 1Chronicles Chapter 7

36સોફાહના પુત્રો: સૂઆહ, હાનેફેર, શૂઆલ, બેરી, યિમ્રાહ.

37બેસેર, હોદ, શામ્મા, શિલ્શાહ, યિથ્ાન તથા બએરા,

38યેથેરના પુત્રો: યફુન્નેહ, પિસ્પાહ, તથા અરા.

39ઉલ્લાના પુત્રો: આરાહ, હાન્નીએલ તથા રિસ્યા.

40એ બધા આશેરના વંશજો હતા; તેઓ પોતાના પિતૃઓનાં કુટુંબોના ચૂઁટી કાઢેલા સરદારો તથા પરાક્રમી ને શૂરવીર પુરુષો હતા; અને વંશાવળી મુજબ યુદ્વના કામ માટેની તેઓની ગણતરી કરતાં તેઓ 26,000 પુરુષો હતા.

Chapter Complete

You have read 1Chronicles 7

40 verses